રહેણાંક-કોમર્શિયલ ઈમારતોની જેમ બિનકાયદેસર ઔદ્યોગિક એકમોને નિયમિત કરવા સરકાર કરશે જાહેરાત
Gujarat: Soon, norms to regularize industrial units.
ગુજરાત રાજ્યમાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે કાયદો ઘડ્યા બાદ હવે રાજ્યમાં અનધિકૃત ઔદ્યોગિક એકમોને પણ નિયમિત કરવા માટે સરકાર નિયમોને આખરી ઓપ આપી રહી છે. અને આ અંગે જાહેરાત આગામી થોડા દિવસોમાં કરવામાં આવશે તેવું ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
ઘણા લોકોએ ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને નિયમિત કરવા રાજ્ય સરકારને અનેક રજૂઆતોના પગલે સરકારે આ પગલું લીધું છે. કારણ કે આ પ્રકારના એકમોને વિવિધ પ્રકારની પરવાનગી નકારી કાઢવામાં આવી છે જેથી વેચી શકાતું નથી. હાલ રાજ્યમાં 30,000 જેટલા ઔદ્યોગિક એકમો એવા છે જ્યાં આવી ગેરરીતિઓ છે.
સરકારના ઉચ્ચ સ્થાન ધરાવતા સૂત્રોના જણાવ્યાનુસાર, હાલના રહેણાંક અને કોમર્શિયલ પ્રકારની ઈમારતોમાં નવી કેટેગરી ઉમેરવા અથવા ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને નિયમિત કરવા માટે અલગ વટહુકમ બહાર પાડવા યોગ્ય રહેશે કે કેમ તે અંગે કાનૂની અભિપ્રાય માંગવામાં આવ્યો છે.
અનિયમિતતાવાળા લગભગ 30,000 ઔદ્યોગિક એકમો છે, જેમાંથી મોટા ભાગના ઝોનિંગ સાથે સંબંધિત છે. “ઔદ્યોગિક એકમોમાં અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે કોઈ જોગવાઈ ન હતી. રાજ્ય સરકારને ઔદ્યોગિક એકમો તરફથી ઘણી રજૂઆતો મળી હતી, જેમાં તેમના માટે પણ સમાન જોગવાઈઓની માંગ કરવામાં આવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
11 Comments