નવરાત્રિમાં મા અંબાના દર્શને પીએમ મોદી અંબાજી આવશે. જ્યાંથી 1 લાખ લોકોને સંબોધન કરશે. બેસી શકે તેવા ડોમ બાંધવાની કામગીરી કરાઈ રહી છે. આખું અંબાજી નવોઢાની જેમ શણગરવામાં આવશે. મોદી 30 સપ્ટે. આવવાની શક્યતાને લઈ જુદા જુદા ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિ દરમિયાન નેશનલ ગેમ્સના ઉદઘાટન માટે અમદાવાદ આવી રહ્યા છે. સંભવિત અંબાજી ખાતે પણ મા અંબેના દર્શનની શક્યતાને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આગમનના પગલે મંદિર પરિસરમાં રંગ રોગાન, ગબ્બર રોડના સજાવટ, લાઈટિંગની વ્યવસ્થા કરાઈ રહી છે. પ્રધાન મંત્રી આવાસ યોજનાના તૈયાર થયેલા મકાનોની તૈયારીમાં તંત્ર લાગ્યું છે. અનેક જેસીબી મશીન મશીનો લગાવી જમીન લેવલીંગ કરાઈ રહ્યું છે. પીએમ મોદી તારંગાથી અંબાજી રેલવે લાઈન , બાયપાસ , ચાચરચોક વિસ્તૃતીકરણ પ્રોજેક્ટના ખાત મુહૂર્ત કરી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
20 Comments