વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલીઝંડી આપે તેવી સંભાવના
PM Modi is likely to give the green light to phase-1 of the Ahmedabad Metro train on September 30.
શહેરીજનોની આતુરતાનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્વિમ વિસ્તારને જોડતી અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની શરૂઆત થવા જઈ રહી છે. કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટીએ (CMRS)પણ અંતિમ મંજૂરી આપી દીધી છે.
આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાંચમા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ કરે તેવી શક્યતા છે. મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન રવાના થાય તે પહેલા આ જ દિવસે પીએમ મોદી મેટ્રો સેવાને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડમાં એક સભાને સંબોધિત કરવાના છે. સભાને સંબોધતા પહેલા તેઓ મેટ્રો ટ્રેનમાં એક ટૂંકી મુસાફરી કરે તેવી શક્યતા છે. જો કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના (GMRC) અધિકારીઓએ તેઓ કેન્દ્રની મંજૂરીની રાહ જોઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
2004માં મેટ્રો સેવાની કરાઈ હતી પરિકલ્પના
અમદાવાદ માટે મેટ્રો સેવાની પરિકલ્પના 2004માં કરવામાં આવી હતી અને 18 વર્ષ બાદ આ પ્રોજેક્ટ કાર્યરત થશે. જો કે, જીએમઆરએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, થલતેજથી થલતેજ ગામ સુધીના 1 કિમીના પટ્ટા પર કામ હજી ચાલી રહ્યું છે. મેટ્રોનું ઉદ્ઘાટન થશે ત્યારે કાંકરિયા પૂર્વ, સાબરમતી અને થલતેજ ગામ સ્ટેશન તૈયાર નહીં હોય. શનિવારે સીએમઆરએસે ઉત્તર-દક્ષિણ (વસ્ત્રાલથી મોટેરા) અને પૂર્વ-પશ્ચિમ (થલતેજથી એપરેલ પાર્ક) કોરિડર વચ્ચેના 32.5 કિમી માટે અંતિમ મંજૂરી આપી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
16 Comments