Civil EngineeringCivil TechnologyCommercialConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSResidentialUrban Development

દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રના 386 પ્રોજેક્ટનો ખર્ચ 4.7 લાખ કરોડ વધી ગયો

The cost of 386 projects in the country's infrastructure sector increased by 4.7 lakh crores

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના રૂ. 150 કરોડ કે તેથી વધુના દેશના 386 પ્રોજેક્ટનો ખર્ચ અંદાજિત રકમ રૂ. 4.7 લાખ કરોડ વધુ વધી ગયો છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિલંબ અને અન્ય કારણોસર આ પ્રોજેક્ટ્સની પડતર વધી રહી છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ વિભાગ રૂ. 150 કરોડ કે તેથી વધુના ખર્ચના માળખાકીય પ્રોજેક્ટની દેખરેખ રાખે છે.

મંત્રાલયના જુલાઈ, 2022ના અહેવાલમાં જણાવાયું હતું કે આવા 1505 પ્રોજેક્ટ્સમાંથી 386નો ખર્ચ વધી ગયો છે, જ્યારે 661 પ્રોજેક્ટ હાલ મોડા ચાલી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર “આ 1505 પ્રોજેક્ટના અમલીકરણની મૂળ કિંમત 21,21,793.23 કરોડ રૂપિયા હતી, પરંતુ હવે તે વધીને 25,92,537.79 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આ આંકડાનો ફરજ દર્શાવે છે કે આ પ્રોજેક્ટ્સની પડતરમાં 22.19 ટકાનો એટલે કે રૂ. 4,70,744.56 કરોડનો વધારો થયો છે.

જુલાઈ, 2022 સુધી આ પ્રોજેક્ટ્સ પર રૂ. 13,50,275.69 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે કુલ અંદાજિત ખર્ચના 52.08 ટકા છે. જોકે મંત્રાલયે કહ્યું છે કે જો આપણે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તાજેતરની સમયરેખા પર નજર કરીએ તો વિલંબિત પ્રોજેક્ટ્સની સંખ્યા ઘટીને 511 થઈ જશે.

જોકે આ રિપોર્ટમાં 581 પ્રોજેક્ટના કામના વર્ષ વિશે માહિતી આપવામાં આવી નથી. 661 વિલંબિત પ્રોજેક્ટ્સમાંથી 134 પ્રોજેક્ટ્સમાં એક મહિનાથી 12 મહિના, 114 પ્રોજેક્ટ્સમાં 13થી 24 મહિના, 289 પ્રોજેક્ટ્સ 25 થી 60 મહિના અને 124 પ્રોજેક્ટ્સમાં 61 મહિના કે તેથી વધુ સમય વિલંબ થયો છે. આ 661 પ્રોજેક્ટ્સમાં સરેરાશ વિલંબ 41.83 મહિનાનો છે.

આ પ્રોજેક્ટ્સમાં વિલંબના કારણોમાં જમીન સંપાદનમાં વિલંબ, પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી મેળવવામાં વિલંબ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. આ ઉપરાંત પ્રોજેક્ટના ભંડોળના કારણે, વિગતવાર એન્જિનિયરિંગના અમલીકરણમાં વિલંબ, પ્રોજેક્ટની સંભાવનાઓમાં ફેરફાર, ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, કોન્ટ્રાક્ટ આપવા અને સાધનોની પ્રાપ્તિમાં વિલંબ, કાનૂની અને અન્ય સમસ્યાઓ, અણધાર્યા જમીનમાં ફેરફાર વગેરે પ્રોજેક્ટ વિલંબના મુખ્ય કારણો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close