ConstructionInfrastructureNEWSOthersPROJECTS

સુઝુકી મોટર ગુજરાતમાં હાંસલપુર પાસે બેટરી પ્લાન્ટ સ્થાપશેઃ 7300 કરોડનું રોકાણ કરવાની તૈયારી

Suzuki Motor to set up battery plant near Halipur in Gujarat: Ready to invest 7300 crores

જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) ભારતમાં તેનો બીજો બેટરી પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે અને આ માટે તેણે હાંસલપુરની પસંદગી કરી છે. સુઝુકી મોટરની પેટાકંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL) ભારતમાં તેના આગમનના 40 વર્ષની ઉજવણી કરવાની છે. આ માટે આ અઠવાડિયે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેલિબ્રેશન કાર્યક્રમ યોજાશે. સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) ભારતમાં તેના બે મોટા પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ખાતમૂહુર્ત કરશે. તેમાં હરિયાણામાં સોનેપત ખાતે એક પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને ગુજરાતમાં હાંસલપુર પાસે એક બેટરી પ્લાન્ટ સ્થપાશે. જાણકાર સૂત્રોએ કહ્યું કે ગુજરાતમાં હાંસલપુર પાસે આકાર લઈ રહેલો આ બીજો બેટરી પ્લાન્ટ હશે. સુઝુકી મોટરના પેસેન્જર વ્હીકલ ઉત્પાદન યુનિટની નજીક જ આ પ્લાન્ટ બનશે.

જાપાની ઓટોમોબાઈલ કંપની સુઝુકી દ્વારા આ બેટરી પ્લાન્ટમાં 7300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 2026 સુધીમાં આ પ્લાન્ટ શરૂ થઈ જવાની શક્યતા છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે નવી દિલ્હી ખાતે જાપાન-ઈન્ડિયા ઈકોનોમિક ફોરમની બેઠક મળી હતી જેમાં સુઝુકી મોટરે ગુજરાત સરકારે MoU પર હસ્તાક્ષર કર્યા હતા. તેના ભાગરૂપે બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (BEV) અને BEV બેટરીઓના ઉત્પાદન માટે રૂ. 10,440 કરોડનું રોકાણ કરવામાં આવશે.

SMC દ્વારા ભારતમાં જે રોકાણ કરવામાં આવશે તે સ્મોલ કારમાં કાર્બન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરવાના હેતુસર હશે. કંપનીના એક બેટરી પ્લાન્ટ માટે કામકાજ ચાલુ છે અને ટૂંક સમયમાં બીજો પ્લાન્ટ શરૂ થઈ જશે. ગુજરાતમાં પેસેન્જર વ્હીકલ ઉત્પાદન પ્લાન્ટમાં 3200 લોકો કામ કરે છે અને તાજેતરમાં SMCના પ્લાન્ટમાંથી 20 લાખમી કારનું ઉત્પાદન કરાયું હતું. સૂત્રોએ જણાવ્યું કે સુઝુકી મોટર હાંસલપુરમાં BEVનું ઉત્પાદન શરૂ કરવા માંગે છે અને 2025થી પ્લાન્ટ શરૂ થઈ જશે.

ગુજરાતમાં કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે સુઝુકી મોટરે 12,680 કરોડનું રોકાણ કર્યું છે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 7.5 લાખ યુનિટની છે. હાંસલપુર પ્લાન્ટમાં બલેનો, સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરનું ઉત્પાદન થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close