CommercialGovernmentHousingNEWSResidential

ભાડાનાં મકાનો 18% મોંઘા:જો તમે ભાડા પર રહો છો તો GSTનાં નવા નિયમો સમજો, કોને ટેક્સ ભરવો પડશે અને કોને મળશે છૂટ?

Rented houses 18% more expensive: If you live on rent, understand the new GST rules, who will have to pay tax and who will get exemption?

ભાડે રહેતાં લોકોએ GST ભરવો પડશે કે નહીં, સરકારે આ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. ગયા મહિને મળેલી બેઠકમાં GSTનાં નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતાં. આ ફેરફારો 18 જુલાઈથી અમલમાં આવ્યા છે. અગાઉ 13 જુલાઈનાં રોજ એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી, ત્યારે લોકોમાં એ સ્પષ્ટ ન હતું કે ભાડુઆતને ક્યારે અને કઈ પરિસ્થિતિમાં GST ભરવો પડશે. હવે અમે તમને આ સાથે જોડાયેલા તમામ પ્રશ્નોનાં જવાબ જણાવી રહ્યા છીએ. ચાલો એક પછી એક જાણીએ…

પ્રશ્ન: GST એટલે શું?
જવાબ: GST એટલે કે Goods And Services Tax.ગુજરાતીમાં જેને આપણે ‘માલ-સેવા કર’કહી શકીએ. કોઈપણ વસ્તુની ખરીદી અથવા કોઈપણ સેવાની ખરીદી પર તમારે GST ચૂકવવો પડશે. ભારતમાં 1લી જુલાઈ, 2017થી GST લાગુ થયું.

પ્રશ્ન: ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમામ ભાડૂતોએ ઘરનાં ભાડાં પર 18% GST ચૂકવવો પડશે, શું આ સાચું છે?
જવાબ: PIBની ફેક્ટ ચેકિંગ શાખા એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ બાબતે એક ટ્વિટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ સમાચાર ખોટાં છે. આના દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમુક નિશ્ચિત પરિસ્થિતિઓમાં જ ભાડૂતોએ GST ચૂકવવો પડશે.

પ્રશ્ન: જો મકાનમાલિક GST રજિસ્ટર્ડ ન હોય અને GST રજિસ્ટર્ડને પોતાનું મકાન ભાડે આપે, તો નિયમ શું કહે છે?
જવાબ: નવા નિયમો મુજબ જો કોઈ GST રજિસ્ટર્ડ ન હોય તેવો વ્યક્તિ એટલે કે જોબ વર્કર અથવા નાના વેપારી કોઈ GST રજિસ્ટર્ડ વ્યક્તિને (કહો કે કંપની) પોતાનું મકાન આપે છે, તો તેનાં ભાડા પર GST વસૂલવામાં આવશે. આનો અર્થ એ થયો કે રિવર્સ મિકેનિઝમ હેઠળ ભાડૂતને ભાડા પર 18 ટકા GST ચૂકવવો પડશે.

નોંધ: ટેક્સનાં નિયમો મુજબ વ્યક્તિનો અર્થ માત્ર કોઈ વ્યક્તિગત વ્યક્તિ નથી. તેના બદલે તે એક વ્યાપક શબ્દ છે અને તેમાં કંપનીઓ તેમજ તમામ કાનૂની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

ઘણા કિસ્સામાં એવું જોવામાં આવ્યું છે કે, તેનાથી પણ ઓછું ટર્નઓવર ધરાવતાં લોકોએ GST રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ એટલા માટે છે કારણ કે તે તેમનાં ગ્રાહકો અથવા ગ્રાહકોને સપ્લાય ચેઇનમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપે છે. હવે તમે વિચારતા હશો કે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે? ચાલો આ પણ સમજીએ. વાસ્તવમાં, GSTમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ એવી સિસ્ટમનો સંદર્ભ આપે છે, જેમાં તમને ક્યાંક અગાઉ ચૂકવેલ GSTનાં બદલામાં ક્રેડિટ મળે છે એટલે કે જો તમારે પછીથી GST ચૂકવવાની જરૂર હોય તો પણ તમે પૈસાના બદલામાં આ ક્રેડિટ્સનો ઉપયોગ કરી શકો છો. આ ક્રેડિટ્સની મદદથી ટેક્સ ઓછો થાય છે.ત મારે એક પ્રોડક્ટનાં બિઝનેસ પર વારંવાર ટેક્સ ભરવાનો બોજ ઉઠાવવો પડતો નથી.

પ્રશ્ન: જો મકાનમાલિક અને ભાડુઆત બંને GST રજિસ્ટર્ડ ન હોય તો GSTનો આ નિયમ ભાડા પર લાગુ પડશે કે નહીં?
જવાબ: આ કિસ્સામાં ભાડા પર GSTનો નવો નિયમ લાગુ થશે નહીં.

પ્રશ્ન: જો કોઈ કંપની તેનાં કોઈ કર્મચારી માટે ફ્લેટ ભાડે લે અને મકાનમાલિક GST રજીસ્ટર્ડ ન હોય, તો શું GST ભરવો પડશે?
જવાબ: જો કર્મચારી ભાડાનાં ફ્લેટમાં રહે છે અને કંપની તેનું સંપૂર્ણ ભાડું ચૂકવતી નથી, તો ભાડા પર GST લાગશે નહીં.

નવા નિયમમાં ભાડા સિવાય કઈ-કઈ વસ્તુઓ પર GST વસૂલવામાં આવે છે?

  • પ્રીપેકેજ્ડ, લેબલવાળા અનાજ, કઠોળ અને લોટને પહેલીવાર GSTનાં સ્લેબ હેઠળ લાવવામાં આવ્યા છે. ખુલ્લામાં તેમના વેચાણ પર કોઈ GST વસૂલવામાં આવશે નહીં.
  • ડેકોરેશન, બેન્ડ, ફોટો-વીડિયો, લગ્નનાં કાર્ડ, ઘોડાગાડી, બ્યુટી પાર્લર અને લાઇટિંગ પર પણ 18% GST લાગે છે.
  • લગ્ન માટે ખરીદાયેલા કપડાં અને ફૂટવેર પર 5 થી 12 ટકા GST વસૂલવામાં આવે છે.
  • સોનાનાં દાગીના પર 3% GST લાગે છે. 3 લાખની જ્વેલરીની ખરીદી પર 6 હજાર રૂપિયા GST તરીકે ચૂકવવા પડશે.
  • બસ અને ટેક્સી સેવા પર પણ 5% GST લાગે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close