GovernmentGovtNEWSPROJECTSUrban Development
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખોખરા બ્રિજનું લોકાર્પણ કરશે
Chief Minister Bhupendra Patel will inaugurate the Khokhra Bridge today
5 વર્ષ પછી ખોખરા બ્રિજનું કામ પૂરું થતાં મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેનું લોકાર્પણ કરશે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 3 લાખ વાહનો પસાર થશે. બ્રિજ શરૂ થતાં રામાનંદ કોટથી એલજી કોર્નર થઈ નાથાલાલ ઝઘડા બ્રિજ આસપાસના વિસ્તારના લોકોને ટ્રાફિકજામથી મુક્તિ મળશે. ખોખરા રેલવે બ્રિજ અચાનક એક ભાગ તૂટી પડતાં બંધ કરી દેવાયો હતો. નવો ખોખરા બ્રિજ 41 કરોડનો ખર્ચે 4 લેનનો બનાવવામાં આવ્યો છે.
આ સિવાય કાંકરિયા ખાતે પાટા બદલવાની કામગીરીને કારણે બંધ કરાયેલી અટલ પણ શરૂ થશે. ચાંદખેડામાં વોટર ડ્રિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, નિકોલ કોમ્યુનિટી હોલ, ગાર્ડન, પરિમલ ગાર્ડનનું લોકાર્પણ થશે જ્યારે પિંક ટોઇલેટ, સહિતના કેટલાક કામોનું ખાતમુહૂર્ત કરાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments