ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં 31થી 33 માળ સુધીના 4 આઈકોનિક પ્રોજેક્ટને મંજૂરી
Approval for 4 iconic projects ranging from 31 to 33 floors in Bhadaj, Bodakdev, Sheelaj and Shela
શહેરમાં હવે આઈકોનિક બિલ્ડિંગો બનશે આ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અત્યારસુધી શહેરમાં 70 મીટરની હાઈટ (22 માળ) સુધીના બિલ્ડિંગ બનતા હતા જે હવે 100 મીટર કે તેથી વધુની હાઈટના બિલ્ડિંગ બનશે. મંજૂરીથી ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં 31થી 33 માળ સુધીની 4 પ્રોજેક્ટ હાથ ધરાશે. ત્રણ બિલ્ડિંગોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે જેમાં એક ઔડાની હદમાં જયારે બે મ્યુનિ.ની હદમાં છે. મ્યુનિ. હદમાં આવતા બે બિલ્ડિંગને તો મ્યુનિ.એ રજાચિઠ્ઠી અપાઈ છે. ચારેય આઈકોનિક બિલ્ડિંગ રહેણાંક છે. 8 મહિના પહેલા પણ મ્યુનિ.હદમાં 32 માળના બિલ્ડિંગને મંજૂરી અપાઈ હતી. રાજયમાં એક માત્ર અમદાવાદમાં ચાર આઈકોનિક બિલ્ડિંગને મંજૂરી અપાઈ છે. જ્યારે 5 પ્રોજેકટ પાઈપલાઈનમાં છે. શહેરમાં 22 માળના 68 બિલ્ડિંગ આવેલા છે.
ભાડજ: ઋષિકેશ હાર્મની, 348 રેસિડેન્શિયલ યુનિટ
સોલા-હેબતપુર-ભાડજ ટી.પી 40 માં સુપર બંગ્લોઝ પાસે ઋષિકેશ હાર્મની નામે આઈકોનિક રહેણાક બિલ્ડિંગ બનશે.જેમાં એ, બી અને સી એમ ત્રણ બ્લોક 108.50 મીટરની હાઈટના છે. ગ્રાઉન્ડ પ્લસ 31 માળની અહીં બિલ્ડિંગ બનશે.જેમાં 348 યુનિટ બનશે.
બોડકદેવ: ટાઈમ્સ-104, ગ્રાઉન્ડ પ્લસ 29 માળ
બોડકદેવના રાજપથ રગોલી રોડ પર 50 પ્રિલીમનરી ટીપી માં 227 નંબરના ફાઈનલ પ્લોટમાં ટાઈમ્સ-104 નામે આઈકોનિક બિલ્ડિંગ બનશે. જેમાં એક જ એ બ્લોક 108.50 મીટરની હાઈટવાળો હશે.ગ્રાઉન્ડ પ્લસ 29 માળનું આ બિલ્ડિંગ બનશે.કુલ 104 યુનિટ હશે.
શીલજ: ધ 31 ફર્સ્ટ, 32 માળ અને 87 યુનિટ હશે
શીલજ-હેબતપુર રોડ પર આર્યમાન બંગ્લોઝ પાસે ધ 31 ફર્સ્ટ નામે આઈકોનિક બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ પ્લસ 32 માળ બનશે. જેની હાઈટ 120 મીટરની હશે અને તેમાં કુલ 87 યુનિટ તૈયાર કરવામાં આવશે. ટીપી નં.53-એમાં સૌથી પહેલી હાઈરાઈઝ આઈકોનિક બિલ્ડિંગ હશે.
શેલા: સ્કાયસિટી, 3 ટાવર બનશે
શેલામાં સ્કાયસિટી ટાઉનશીપમાં ઝેડ-8,9 અને 10 યુનિટ 33 કે તેથી વધુ માળના બનશે. સમગ્ર પ્રોજેકટ અંદાજે 800 કરોડની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઝેડ-8 યુનિટની હાઈટ 113 મીટર છે જયારે ઝેડ 9 અને 10 ની હાઈટ 110 મીટરની છે. અહીં ત્રણ બેઝમેન્ટ સાથે ગ્રાઉન્ડ ફલોર પ્લસ 33 માળના બિલ્ડીંગ તૈયાર કરાશે. ઔડા હદમાં આ પહેલા આઈકોનિક બિલ્ડિંગને મંજૂરી મળી છે. ચાર કે પાંચ બેડરૂમના અહીં ફલેટ બનાવવાની યોજના છે. અંદાજે 340 કે 350 યુનિટ તૈયાર થશે. આ પ્રોજેકટમાં 16 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થશે અને 20 હજાર ચોર વાર એરિયામાં કલબ હાઉસ, જિમ, ગાર્ડન સહિતની સુવિધા ડેવલપ કરાશે. રહેણાક સેગમેન્ટમાં આ આઈકોનિક ટાવર બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
7 Comments