સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાયેલા WEF 2026માં ગુજરાતના Dy.CM હર્ષ સંઘવી ઉપસ્થિત.

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં 19 થી23 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF) વાર્ષિક બેઠક 2026માં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ઉપસ્થિર રહ્યું છે.
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, ઉપ મુખ્યમંત્રી સંઘવી વૈશ્વિક ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ સાથે 58થી વધુ ઉચ્ચસ્તરીય બેઠકો કરશે. આ બેઠકોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ઉદયમાન ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, નવિનીકરણીય ઊર્જા, ફૂડપ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ અને લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને એરોસ્પેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
મુલાકાતોમાં એપી મોલર મર્સ્ક, એન્જી, ઈડીએફ, જ્હોન્સન કન્ટ્રોલ્સ, સુમિતોમો ગ્રુપ, લિન્ડે, સીલ્સક્યૂ, ટિલમેન ગ્લોબલ સહિતની અગ્રણી વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચાઓ સામેલ ગુજરાતના ઔદ્યોગિક ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાનો, ટેકનોલોજી અને નવીનતા ભાગીદારીઓને પ્રોત્સાહન આપવાનો વૈશ્વિક રોકાણ આકર્ષવાનો, યુવાઓ માટે મોટાપાયે રોજગાર સર્જવાનો તથા લાંબાગાળાના આંતરરાષ્ટ્રીય સંસ્થાકીય સંબંધો વિકસાવવાનો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



