GovernmentNEWS

અમદાવાદના પૂર્વ મ્યુનિ. કમિશનર લોચન શહેરાની શ્રમ,કૌશલ્ય વિકાસ-રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્તિ.

ગુજરાત કેડરના 2002 બેચના સિનિયર IAS અધિકારી લોચનની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, તેઓ અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને કેન્દ્ર સરકારના ઈન-સ્પેસના જોઈન્ટ સેક્રેટરી ફરજ બજાવતા હતા. લોચન શહેરએ ઈન-સ્પેસ વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ઉમદા કામો કર્યા છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદના બોપલ સ્થિત આવેલું ઈન-સ્પેસની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેના પ્રથમ જોઈન્ટ સેક્રેટરી તરીકે લોચન શહેરાની પસંદગી કરવામાં આવી હતી. તે પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમજ તેઓએ સ્ટેમ્પ્સ અધિક્ષક અને નોંધણી મહાનિરીક્ષક તરીકે ફરજ બજાવી હતી. તે દરમિયાન, તેઓએ રિયલ એસ્ટટ સેક્ટરનો અભિન્ન અંગ સમા જંત્રીના સુધારામાં યોગદાન આપ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close