
7 ઓગસ્ટ-2025 ના રોજ અમદાવાદ ખાતે, ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સની પ્રતિષ્ઠિત સંસ્થા ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ અને ક્રેડાઈ અમદાવાદના નવા પ્રેસિડેન્ટની નિમણૂંક કાર્યક્રમ(Change of Guard Ceremony 2025)નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની 2025માં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે, ક્રેડાઈ અમદાવાદના પૂર્વ પ્રેસિડેન્ટ અને વિવાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિડેટના એમડી તેજશ જોશી ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળશે.

આ સાથે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ ઈલેક્ટ. અને સોમ ઈન્ફ્રાબિલ્ટના ડાયરેક્ટર આલાપ પટેલ ક્રેડાઈ અમદાવાદ નવા પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળશે.

આ પ્રસંગે, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ અને ગણેશ હાઉસિંગ લિમિટેડના એમડી શેખર પટેલ અને ભારત સરકારના ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને ક્રેડાઈ નેશનલના પૂર્વ પ્રેસિડેન્ટ જક્ષય શાહ સહિત ક્રેડાઈ ગુજરાતના પદાધિકારીઓ અને ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, તેજશ જોશી વર્ષ 2025-2027 સુધીની ટર્મ માટે ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ તરીકે કારભાર સંભાળશે. જ્યારે, આલપ પટેલ પણ વર્ષ 2025-2027 સુધીની ટર્મ માટે ક્રેડાઈ અમદાવાદના નવા પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.