GovernmentInfrastructureNEWS

ગંભીરા બ્રિજ ઘટનાના પગલે, ખોરજ-અડાલજ નર્મદા નહેર પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ

ગાંધીનગર જિલ્લામાં અડાલજ અને ખોરજ વચ્ચે સ્થિત નર્મદા મુખ્ય નહેર પુલના પહેલા સ્પાનને નુકસાન થયું છે. નર્મદા નહેર પર 239.021 કિ.મી. ચેઈનેજ પર સ્થિત, આ બ્રીજ 25 વર્ષ જૂનો હોવાથી તેના સમારકામ કરવા માટે ગાંધીનગર જિલ્લા અધિક કલેક્ટર એન.આર. શર્માએ સત્તાવાર આદેશ આપ્યો છે.

તેને ધ્યાનમાં રાખીને, 16 જુલાઈ, 2025 ના રોજ બપોરે 12 વાગ્યાથી 13 સપ્ટેમ્બર, 2025 ના રોજ મધ્યરાત્રિ સુધી પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. સમારકામના સમયગાળા દરમિયાન રાજ્ય પરિવહન (ST) બસો અને AMTS બસોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે સરખેજ-ગાંધીનગર હાઇવેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા પ્રોજેક્ટ મુખ્ય નહેર વિભાગ-2, ગાંધીનગરના કાર્યકારી ઈજનેરના પત્ર અનુસાર, માળખાને વધુ નુકસાન થતું અટકાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના પગલે આ નિર્ણય લેવાયો છે.  

નર્મદા મુખ્ય નહેર કેવડિયાથી રાજસ્થાન સુધી 458 કિમી સુધી ફેલાયેલી છે. નર્મદા પ્રોજેક્ટ મુખ્ય નહેર વિભાગ-2, ગાંધીનગર, 144.500 કિમી ચેઇનેજથી 293.501 કિમી સુધીના નહેરના પટના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દેશ ગુજરાત ન્યૂઝ

Show More

Related Articles

Back to top button
Close