મિત્રો…..બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની એક પહેલ- વર્તમાનમાં રંગ લાવી

આપ જોઈ રહ્યા છો તે, ડાયાફોર્મ વૉલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડાયાફોર્મ વૉલનું નિર્માણ, આપ જ્યાં હાઈરાઈઝ બિલ્ડિંગ કરવા જઈ રહ્યા હોઈ તેની બાજુમાં અન્ય હાઈરાઈઝ બિલ્ડિંગ હોય અથવા તો, ભવિષ્યમાં બિલ્ડિંગ નિર્માણ પામવાની હોય તેવા સંજોગોમાં ડાયાફોર્મ નિર્માણ કરવી અનિવાર્ય અને ફાયદાકારક છે. ડાયાફોર્મ વૉલ નિર્માણ કરીને જો હાઈરાઈઝ બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવે, તો અકસ્માત થવાની સંભાવના રહેતી નથી. સાથે સાથે કન્સ્ટ્રક્શન લેબર્સની સુરક્ષા પણ વધે છે.
નોંધનીય છે કે, આઠ-નવ વર્ષ પહેલાં, ડાયાફોર્મ વૉલ અંગે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને અન્ય લોકો જ્યારે ડાયાફોર્મ વૉલ નિર્માણ કરવા અંગે પાછી પાની કરતા હતા અને કહેતા કે, ડાયાફોર્મ વૉલનું નિર્માણ કરવું મોંઘુ પડે, તેવા સમયે ગુજરાતનું એક માત્ર રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના મેગેઝિને, તેના પ્રકાશિત થતા મેગેઝિનના એડીશનમાં અનેક ડેવલપર્સની મુલાકાતો, મંતવ્યો અને પ્રોઝિટીવ સમાચારોને પ્રકાશિત કરીને, જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. અને વર્તમાન દરેક રિયલ એસ્ટેટ ડેવલપર્સ કે, સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સ દરેક વ્યકિત પહેલાં ડાયાફોર્મ નિર્માણ કરવાનું પહેલાંથી પ્લાનિંગ કરે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.