
21મી સપ્ટેમ્બર-2020થી ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસું સત્ર શરૂ થશે. જેમાં 24 પ્રકારના કાયદા અને કાયદામાં સુધારા વિધયેક પસાર કરાશે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું. કેબિનેટની બેઠકમાં ચોમાસું સત્રનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભૂમાફિયાઓ, ગુડાઓ સામે કાયદાના સુધારા વિધેયક
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,21મી સપ્ટેમ્બરે ચોમાસું સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનને પગલે શો પ્રસ્તાવ લવાશે. ત્યારબાદ 24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદાઓમાં સુધારકા વિધેયક લાવશે. જેમાં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે. ઉપરાંત લોકડાઉન અને અનલોકમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે.
વિધાનસભામાં રોજ 10 કલાક સત્ર ચાલશે
ચોમાસું સત્રમાં પાંચ દિવસ માટે દરરોજ 10 કલાક વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવો વિવિધ જિલ્લામાં સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. તેથી સચિવો પણ સંકલનમાં જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ પર છે. તેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરી છે કે તરાંકિત પ્રશ્નોતરી ના આવે, અધ્યક્ષ સૂચવશે તો ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ થશે
વિધાનસભામાં તમામના કોવિડ ટેસ્ટ થશે
કોરોના કાળમાં મોડેથી ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. જાડેજાએ જણાવ્યું હતું કે,સંક્રમણ ખાળવા માટે વિધાનસભા સત્ર પહેલા મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને અધિકારીઓ, સલામતી અધિકારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે પછી જ પ્રવેશ મળશે. વિધાનસભા સ્ટાફ સાથે પરામર્શ કરી બેઠક વ્યવસ્થા થઈ છે.
સૌજન્ય – દિવ્ય ભાસ્કર
15 Comments