જંત્રીના દરોમાં અંગે સરકારે મંગાવેલા સૂચનો અંગે મળી રિવ્યૂ મિટીંગ, અત્યાર સુધીમાં માત્ર 5,300 સૂચનો મળ્યા.
જંત્રીના દરોમાં થયેલા સૂચિત વધારાને લઈને રાજ્યભરમાં ભારે કકળાટ ચાલી રહ્યો છે. ત્યારે જંત્રીના દરોના મુદ્દે રાજ્ય સરકારે મંગાવેલા સૂચનો અંતર્ગત, એક મહિનાના સમયમાં રાજ્ય સરકારને 5300 સૂચનો મળ્યા છે. જેના પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુરુવારે રિવ્યૂં મીટીંગ બોલાવી હતી અને સૂચનો રિવ્યૂં કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારને મળેલા સૂચનોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંનેનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારને લાગી રહ્યું છે કે, હજુયે 20 જાન્યુઆરી સુધીમાં 10,000 જેટલા સૂચનો મળે તેવી સંભાવના છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારને જેટલા વાંધા કે સૂચનો મળ્યા છે તે તમામ જંત્રીના દરોના સૂચિત વધારા અંગેના મળ્યા છે. જે સૂચનો મળ્યા છે તેની તપાસ ચાલી રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે, 400 સૂચનો જ માત્ર ઓફલાઈન મળ્યા છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકારે જંત્રીના દરોના વધારા અંગે સૂચનો અને વાંધાઓ માટે 20 જાન્યુઆરી-2025 સુધી સમય આપ્યો છે તે પછી, ફરીથી વધારે સમય આપવાની જરુર લાગતી નથી તેવું જાણવા મળ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય-ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.