GovernmentHousingInfrastructureNEWSPROJECTS

બિલ્ટ ઈન્ડિયાએ રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન-ઈન્ફ્રા.સેક્ટરની 21 હસ્તીઓને ધ કોલોનડ્ અવોર્ડથી સન્માનિત કર્યા

ગુજરાતના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન અંતર્ગત આયોજિત, છઠ્ઠો એવોર્ડ અને કોન્ક્લેવ-2024 માં કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર સેક્ટરમાં કામ કરતી 21 હસ્તીઓનો સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના ખજાનીચી અને ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્રકાકા અને ગુજરાત સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી એ.કે. પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં લેજેન્ડરી એવોર્ડ રણજિત બિલ્ડકોન લિમિટેડના સ્થાપક અને જેમને સિવિલ એન્જીનીયરીંગ સેક્ટરમાં 50 વર્ષ કામ કર્યું છે તેવા શ્રી રણછોડભાઈ પટેલને એનાયત કરાયો હતો.ત્યારબાદ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર અને જેમને સિવીલ એન્જીનયીરીંગ એકેડમીમાં 35 વર્ષ કરતાં પણ વધારે યોગદાન આપ્યું છે તેવા એમ.એન. પટેલ સાહેબને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીએફસીસીઆઈ કોરિડોરને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓને નારી સશક્તિકરણને અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટરમાં અલગ અલગ કેટેગરીમાં આવતા બિઝનેસમેનો એવોર્ડથી સન્માનિત કરાયા હતા. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ,સપ્લાઈ કંપનીઓ અને સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સનો સમાવેશ થાય છે.    

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું એક માત્ર રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, તેનો છઠ્ઠો એવોર્ડ અને કોન્કલેવ -2024નું 14 ઓક્ટોબર-2024 ના આયોજન પંચતારક હોટલ ક્રાઉન પ્લાઝામાં કર્યું હતું. આ એવોર્ડ અને કોન્ક્લેવનું ઉદ્દઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના સિનિયર નેતા, ખજાનીચી અને ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર કાકા અને રોડ અને બિલ્ડિંગ વિભાગના સેક્રેટરી એ. કે પટેલના હસ્તે કરાવ્યું હતું. આ પ્રસંગે, નારેડકો ઈન્ડિયા સેક્રેટરી સુરેશ પટેલ, એન.કે પટેલ, પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડના સીએમડી પીએસ પટેલ, સૂર્યશ્રી બ્લોકના સ્થાપક આદેશ પટેલ, શિવાલિક ગ્રુપના એમડી ચિત્રક શાહ અને બિલ્ટ ઈન્ડિયાના મેનેજિંગ એડીટર  પ્રહલાદ પ્રજાપતિ સહિત મેઘમણી ઓર્ગેનિક લિમિડેટના ચેરમેન જયંતિભાઈ પટેલ, રાજકમલ ગ્રુપના ચેરમેન એમ.બી. પટેલ, એપોલો ગ્રુપના એમડી આનંદ પટેલ સહિત મોટીસંખ્યામાં બિલ્ડર્સ, આર્કીટેક્ટ, સિવીલ એન્જીનીયર્સ, સ્ટ્રક્ચરલ એન્જીનીયર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close