ગુજરાતની પટેલ ઈન્ફ્રા.લિ.ના રોડ નિર્માણકાર્યમાં ગુણવત્તા શ્રેષ્ઠ સાબિત થઈ, ગડકરીએ ગુણવત્તાની કરી પ્રશંસા.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાત સહિત દેશભરમાં રોડ અને હાઈવે નિર્માણ કરતી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના રોડ નિર્માણ કરવામાં ગુણવત્તાની પ્રશંસા કરી છે, અને ગડકરીએ જણાવ્યું હતું કે, પટેલ એન્જીનીયરીંગ લિમિટેડે, તમિલનાડુમાં નિર્માણ કરેલા રોડ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળું કામ કર્યું છે. ત્યારે આવા રોડ નિર્માણકર્તા કોન્ટ્રાક્ટર્સને હું અભિનંદન સાથે સન્માનિત કરુ છે. તો, સામે એવું પણ જણાવ્યું હતું કે, જે રોડ નિર્માણ કરવામાં ગુણવત્તા નહિ જાળવે તેને સિસ્ટમમાંથી બહાર કાઢી દેશું.
નોંધનીય છે કે, તાજેતરમાં નિતીન ગડકરીએ, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેના વ્યક્તિગત નિરીક્ષણ બાદ કર્યા જણાવ્યું હતું કે, હલકી ગુણવત્તાવાળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટિંગ અને નાણાકીય દંડ સહિત ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. જ્યારે, “સારુ કામ કરનાર કોન્ટ્રાક્ટર્સને પુરસ્કાર આપવામાં આવશે, અને ખરાબ કરનારઓને સિસ્ટમમાંથી હાંકી કાઢવામાં આવશે,”
ગુજરાતની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે વિશ્વમાં ઝડપી રોડ નિર્માણ કરવામાં વિશ્વ કિર્તીમાન કર્યો હતો. તે દરમિયાન પણ કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીએમડી અરવિંદભાઈ પટેલ અને તેમના બંને દીકરાનું દિલ્હી ખાતે સન્માનિત કર્યા હતા. અહીં મહત્વનું છે કે, પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે, રોડ નિર્માણ કાર્યમાં શ્રેષ્ઠ ગુણવત્તા બતાવીને, દેશભરમાં રોડ નિર્માણ કરતી કન્સ્ટ્રક્શન કંપનીઓ માટે એક પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આ કાર્યથી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે, ગુજરાતના તમામ રોડ કોન્ટ્રાક્ટર્સ સહિત અન્ય કન્સ્ટ્રક્શન કંપનીઓનું દેશભરમાં માન વધાર્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.