GovernmentHousingNEWSPROJECTS

નવી ટીપી સ્કીમ પ્રક્રિયા હેઠળ, ડ્રાફ્ટ ટીપી સ્કીમને માત્ર 7 મહિનામાં જ પ્રારંભિક સ્કીમ જાહેર કરાશે.

ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગ(TP) સ્કીમની પ્રક્રિયાને ઝડપી, પારદર્શિતા અને સુવ્યવસ્થિત બનાવવા માટે કામ હાથ ધર્યુ છે. આગામી પાંચ મહિનામાં અમલ થવા જઈ રહેલી નવી ટીપી સ્કીમ પ્રક્રિયા હેઠળ, ટાઉન પ્લાનર વર્તમાન 12 મહિનાની તુલનાએ માત્ર 7 મહિનામાં જ ડ્રાફ્ટ ટીપી સ્કીમને પ્રારંભિક સ્કીમ તરીકે જાહેર કરી શકશે.

FILE PICTURE

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે સંપૂર્ણ વિચાર-વિમર્શ પછી ટીપી સ્કીમોના મૂદ્દાને ઝડપી બનાવવા અને અંતિમ સ્વરુપ આપવા માટે ઘણા ફેરફારો કર્યા છે. રાજ્ય સરકાર પ્રાથમિક સ્કીમના મૂળ પ્લોટની સીમા અને વિસ્તારની અખંડિતતા સુનિશ્વિત કરવા માટે સરકાર Original Plot Approval Committee (OPAC) કમિટીની રચના કરશે અને જેને મંજૂરી આપી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર ડ્રાફ્ટ ટીપીની જાહેરાત કરતાં પહેલાં, તેમના ઈનપુટ સાથે ટીપી સ્કીમ તૈયાર કરવાના ઈરાદાની જાહેરાત પછી તરત જ ટાઉન પ્લાનર ઓફિસર (TPO)ની નિમણૂંક કરશે. આ પ્રકારની ફેરફરાને કારણે, 7 મહિનામાં જ પ્રાથમિક ટીપી સ્કીમ જાહેર કરવામાં આવશે, જે અગાઉની પ્રક્રિયા કરતાં નોંધપાત્ર રીતે ઝડપી બનશે.

પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, ટીપી સ્કીમના દરેક તબક્કે દરખાસ્તો સંબંધિત આયોજન સત્તાવાર સંસ્થાની વેબસાઇટ્સ પર ઉપલબ્ઘ હશે. મંજૂર ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ફેરફારોની ગેરહાજરીમાં, TPO તરત જ અંતિમ પ્લોટ પર તેમનો અભિપ્રાય આપશે.

ટીપી સ્કીમની રચનામાં દરેક પ્રવૃતિ માટે સમય નક્કી કરવામાં આવશે. અને ડ્રાફ્ટની મંજૂરી પછી ટીપી રોડ સીમાંકન ચોકક્સ સમયગાળામાં નક્કી કરવામાં આવશે.

નોંધનીય છે કે, સરકારી જમીન ટીપી સ્કીમ હેઠળ આવતી હોય તેવા કેસોમાં ટીપીઓ સાથે સંપર્ક કરવા માટે જિલ્લા સ્તરના નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-ટાઈમ્સ ન્યૂઝ

Show More

Related Articles

Back to top button
Close