GovernmentInfrastructureNEWS

“Expressway Man of India” તરીકે જાણીતા નિતીન ગડકરીને, ત્રીજી વાર મળ્યું રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલય

નીડર, નિષ્પક્ષ, કાર્યકુશળ,નિષ્ઠાવાન,પ્રમાણિક,સહજ,રાષ્ટ્રપ્રેમી અને પોતાના કાર્યમાં કબિબદ્ધ એવા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીને, નરેન્દ્ર મોદીની એનડીએ સરકારમાં ત્રીજીવાર કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. આ સ્થાન એ તેમને રોડ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં કરેલા ઉમદા કાર્યોને આભારી છે. ત્યારે અહીં નિતીન ગડકરીના જીવન અંગેની વાત કરીએ તો, 67 વર્ષીય ગડકરીએ 40 મા રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકેની શપથ લીધી છે. તેમને અત્યાર સુધીમાં મોદી સરકારમાં 9 વર્ષ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે સફળ રીતે કામ કર્યુ છે.

નિતીન ગડકરીએ નરેન્દ્ર મોદી સરકારમાં બે ટર્મના કાર્યકાળમાં રોડ, હાઈવે, એક્સપ્રેસ વે, ટનલ, રેલ્વે ઓવર બ્રિજ, દરિયાઈ બ્રિજ અને અન્ય મહત્વના પ્રોજેક્ટના નિર્માણ મહત્વનું માઈક્રોપ્લાનિંગ, મેનેજમેન્ટ અને ખૂબ મહેનત કરી છે આ રીતે, નિતીન ગડકરીએ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયને ખૂબ સારી રીતે ચલાવ્યું છે. કેન્દ્ર સરકારના ડેટાના જણાવ્યાનુસાર, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના કાર્યકાળમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની સરેરાશ ગતિ 143 ટકા વધી છે. તેમને પેસેન્જર કારના સેફ્ટી રેટિંગ માટે ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે.

નિતીન ગડકરી મૂળ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાંથી આવે છે. મહારાષ્ટ્રના નાગપુર લોકસભા બેઠક પરથી 1.37 લાખ મતોથી સતત ત્રીજી વાર વિજયી બન્યા છે. તેમના રાજકીય ઈતિહાસના પાના ફેરવીએ તો, ગડકરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજકારણમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ,તેઓએ ભાજપાની યૂથ વિંગ જનતા યુવા મોરચામાં જોડાયા હતા.

નિતીન ગડકરીએ 2009-2013 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારમાં પીડબ્લયૂડીના મંત્રી તરીકે નિતીન ગડકરી જાણીતા હતા. કારણ કે, તેમના કાર્યકાળમાં મહારાષ્ટ્રમાં અનેક રોડ, હાઈવે અને ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામ્યા હતા. આ સાથે તેઓએ કેન્દ્રીય જળ મંત્રાલય,શિપિંગ અને ગ્રામિણ વિકાસ મંત્રાલયનો પોર્ટફોલિયો પણ સંભાળ્યો છે. 1989 માં ગડકરી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય હતા. 1999-2005 દરમિયાન નિતીન ગડકરી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષ નેતા તરીકે ભુમિકામાં હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close