કેન્દ્ર સરકાર PMAY અંતર્ગત, દેશમાં શહેરી- ગ્રામિણ વિસ્તારોમાં 3 કરોડ આવાસો નિર્માણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદનો કારભાર સંભાળવાની સાથે જ બીજા દિવસે, એટલે કે,10 જૂનના રોજ દેશમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા ગરીબ-મધ્યમ અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારો હજુ વધુ 3 કરોડ આવાસો નિર્માણ કરશે તેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. જેથી, આવનારા દિવસોમાં હવે 3 કરોડ વધુ મકાનો બનશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર 2015-16થી દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના મકાનો બાંધવા માટે સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કર્યો છે. PMAY હેઠળ, છેલ્લા 10 વર્ષમાં કુલ 4.21 કરોડ મકાનોનું ગરીબ-મધ્યમ અને આર્થિક રીતે પછાત પરિવારોને આપ્યા છે.
આ ઉપરાંત, નરેન્દ્ર મોદીએ પહેલા દિવસે, દેશભરના ખેડૂતો માટે કિસાન નિધિનો 17મો હપ્તો દરેક ખેડૂતના ખાતા નાખ્યો છે. 9.3 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20,000 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.