GovernmentHousingInfrastructureNEWS

રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડિંગોના મેઈન ગેટ પર FIRE NOCનુંબોર્ડ લગાવવું ફરજિયાત- રાજ્ય સરકાર

અમદાવાદ શહેર સહિત તમામ શહેરોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો, સ્કૂલો-કોલેજ, રેસ્ટારાં, શોપિંગ મોલ, ધાર્મિક સ્થળે ફાયર NOCનાં બોર્ડ મૂકવાનું ફરજિયાત

સમગ્ર ગુજરાતના તમામ મોટા શહેરો કે નાના શહેરોમાં જ્યાં હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણ પામી હશે ત્યાં ફાયર એનઓસીના સર્ટિફિકેટ અને તેની પરવાનગીનું બોર્ડ મેઈન ગેટ પર લગાવવું રાજ્ય સરકારના ફાયર વિભાગે ફરજિયાત કર્યું છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને સામે કાનૂની પગલાં લેવામાં આવશે તેવો આદેશો રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આપી દીધા છે.  

અમદાવાદમાં જ્યાં મોટીસંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા તમામ સ્થળો પર મિલકતના માલિક, ભાડૂઆત, કબજેદાર, સંચાલક દ્વારા બિલ્ડિંગમાં અંદર જવાના મુખ્ય પ્રવેશદ્વાર પર 3 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું ફાયર એનઓસી અને બીયુ પરમિશન અંગેનાં બોર્ડ લગાવવાનું રહેશે.

રાજ્ય સરકારના ફાયર વિભાગે બહાર પાડેલા જાહેરનામા મુજબ બોર્ડ હોવું જોઈએ. “ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-2013”ની કલમ 18 અને 19ની અનુસંધાને “ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈપ સેફ્ટી મેઝર્સ રુલ્સ-2014”માં યુડીડી વિભાગે કરેલા સુધારા વિધાયકમાં જણાવ્યાનુસાર, આ બોર્ડ લગાવવાનું રહેશે.

FILE PHOTO

FIRE NOC બોર્ડમાં દર્શાવવાની વિગતો

  1. ફાયર એનઓસી નંબર……
  2. 3 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું ફાયર એનઓસી અને બીયુ પરમિશન અંગેનાં બોર્ડ લગાવવાનું રહેશે.
  3. ફાયર એનઓસી કઈ તારીખે લીધી હતી તેની વિગત.
  4. ફાયર એનઓસી કઈ તારીખે પુરી થાય છે તેની વિગત.
  5. બોર્ડનો બેક ગ્રાઉન્ડ કલર લાલ રહેશે અને વિગતોનું લખાણ સફેદ રંગમાં રહેશે
  6. એનઓસી બોર્ડ અવર-જવર કરનાર લોકોની નજરે આવે તે રીતે રાખવું

જે રીતે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા સહિત તમામ મોટા શહેરોમાં ગુજરાત રેરા કાયદા મુજબ, દરેક રિયલ એસ્ટેટ ડેવલપર્સ રેરાની પરવાનગી અને પ્રોજેક્ટના નિર્માણ અંગેની તમામ વિગતો દર્શાવતું બોર્ડ મૂકે છે, તે જ રીતે હવે ગુજરાતભરમાં તમામ શહેરોમાં ફાયર એનઓસીનાં બોર્ડ મૂકવું પડશે. રાજ્ય સરકારનો આ નિર્ણય સારો છે પરંતુ, હવે તેનો અમલ કેટલા લોકો કરશે તે પણ અહીં એક મોટો સવાલ છે ?

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના જીવ ગયા બાદ, રાજ્ય સરકારે રાજ્યભરમાં ફાયર એનઓસી અને ફાયર અંગેના કાયદાનું કડક પગલાં સાથે અમલીકરણ બનાવ્યું છે. જેના ભાગરુપે, રાજ્ય સરકારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ફાયર એનઓસી કે બીયુ પરમિશન મળેલી છે કે, નહી તેની તપાસનો દોર શરુ કર્યો છે. ત્યારે અમદાવાદમાં થિયેટરો, શોપિંગ મોલ, ગેમ ઝોન, કોમ્યુનિટી, હોલ, પાર્ટી પ્લોટ, હાઈરાઈઝ બિલ્ડિંગો, શાળા કોલેજો, ધાર્મિક સ્થળો, ગોડાઉન સહિત તમામ એકમો પર ફાયર એનઓસી હોવાનું બોર્ડ ફરજિયાત મૂકવાનો આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close