Civil EngineeringGovtInfrastructureNEWSPROJECTS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કર્યું ઉદ્દઘાટન

દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રઆરીના રોજ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયાની અંદર સ્ક્યૂબા ડ્રાઈવ દ્વારા દ્વારકાધીશનાં દર્શન પણ કર્યા હતા. તેમજ સિગ્નેચર બ્રિજનું સંપૂર્ણપણે નિરીક્ષણ કર્યુ હતું. આ બ્રિજ દ્વારા હવે દ્વારકાધીશના ભક્તો ભગવાન દ્વારકાધીશનાં દર્શને સરળતાથી જઈ શકશે. જો કે, પહેલાં બોટ દ્વારા બેટ દ્વારકાનાં દર્શન કરવાં પડતાં હતા. અને ચોમાસામાં જ્યારે દરિયાઈમાં તોફાન આવવાનું હોય ત્યારે દર્શન પર પ્રતિબંધ મૂકાતો. પરંતુ, હવે બારેમાસ ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરી શકાશે. ત્યારે અહીં જાણીએ એન્જીનીયરીંગ માર્વેલ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજના નિર્માણની વિશિષ્ટતાઓ અને એન્જીનીયરીંગની તકનિકોને.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ નિર્માણનું ખાતમૂર્હૂત 2017માં કર્યું હતું અને 2024 બ્રિજનું ઉદ્દઘાટન કરીને, લોકો માટે ખુલ્લો મૂક્યો.

1000 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની લંબાઈ 2,320 મીટર અને પહોળાઈ 27 મીટર છે. 38 પિલ્લરો પર આ બ્રિજ નિર્માણ પામ્યો છે, જેમાં હોક ક્રેઈન્સનો ઉપયોગ કરાયો છે. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ સ્થાનિક દર્શનાર્થીઓ સહિત દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આર્શિવાદરુપ સાબિત થશે.

ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજની વિશિષ્ટતાઓ

1. ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ એ કેબલ સ્ટેઈટડ બ્રિજ છે, જેની કુલ લંબાઈ 2.32 કિલોમીટર છે, જે પૈકી 900 લંબાઈ માત્ર કેબલ સ્ટેઈટડ છે.

2. ઓખા-બેટ દ્વારકા બ્રિજની બંને બાજુ પર એપ્રોચ રોડ 2.45 કિલોમીટર છે અને પહોળાઈ 27 મીટર છે. જેમાં 2.50 મીટર પહોળી પગદંડી સહિત કુલ ફોર લેન બ્રિજ છે. 

3. આ બ્રિજમાં આકર્ષણનું કેન્દ્ર બ્રિજનો સ્પાન છે, જેની લંબાઈ 500 મીટર છે, જે દેશભરમાં લાંબામાં લાંબો બ્રિજ સ્પાન છે.

4. બ્રિજના મુખ્ય સ્પાન માટે નિર્માણ કરવામાં આવેલા બે મહત્વ સ્ટ્રાઈકિંગ પાઈલોનની ઊંચાઈ 130 મીટર છે.

5. ઓખા બ્રિજ સ્થિત મુલાકાતીઓ માટે પાર્કિંગ સહિત કેટલીક જીવન જરુરિયાતની સુવિદ્યાઓ છે.

6. બ્રિજને ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યો છે. જેમાં ફૂટપાથ પર સોલાર પેનલ છે, જેના દ્વારા 1 મેગાવોટ વીજળી ઉત્પાદન થશે અને તેનો ઉપયોગ બ્રિજની લાઈટિંગ માટે વપરાશે.

7. બેટ દ્વારકા આવતા પ્રવાસીઓ માટે બ્રિજ પર 12 લોકેશન પર વ્યૂં ગેલેરી બનાવવામાં આવી છે. જેથી દરેક પ્રવાસીઓ દરિયાઈ મનોરમ્ય દશ્યને નિહાળી શકશે. 

8. બ્રિજ પર ડેકોરેટિવ લાઈટિંગ લગાવવામાં આવી છે, જે બ્રિજની સુંદરતા વધારશે અને પ્રવાસીઓને આનંદ આપશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close