ઉત્તરાયણના તહેવારે નાગરિકોને ફ્લાયઓવરની ભેટ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉવારસદ ફ્લાયઓવર બ્રીજનું કર્યું લોકાર્પણ

પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂ. ૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂ. ૨૧.૬૭ કરોડનાં ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મકરસંક્રાંતિના દિવસે કર્યું હતું. આ રીતે, ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને ઉત્તરાયણના તહેવારે વધુ એક ફ્લાયઓવરની ભેટ મળી છે.

જેના થકી અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર જ્યાં ખૂબ જ ટ્રાફિક થતો હોય છે તેવા ટ્રાફિકથી ભરચક રહેતા એસ જી હાઇવે પર નાગરિકો હવે સુરક્ષા સાથે ઝડપી પરિવહન કરી શકશે. નોંધનીય બાબત છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં VMS આધારિત સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ તથા ફ્લાયઓવર ઉપર નોઈસ બેરીયરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ઉવારસદ ચાર રસ્તા ફ્લાયઓવરમાં ૩૫ મીટરનો એક ગાળો છે. જેમાં એપ્રોચની લંબાઇ – ૫૩૬ મીટર ગાંધીનગર તરફ અને ૫૮૦ મીટર સરખેજ તરફ છે જ્યારે પહોળાઈ – ૬ માર્ગીય (૨૮ મીટર) (૧૩.૫ મીટર બન્ને તરફ) છે. તે માટે કુલ રૂ. ૧૭ કરોડનો ખર્ચ થયો છે. તેના સર્વિસ રોડની લંબાઇ – ૧૧૫૧ મીટર (બન્ને તરફ) અને પહોળાઇ ૭ મીટર છે. તે ઉપરાંત પુલ ઉપર કુલ ૩૨ સ્ટ્રીટ લાઈટ અને સર્વિસ રોડ ઉપર કુલ ૫૬ સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- દિવ્ય ભાસ્કર
20 Comments