GovernmentInfrastructureNEWSPROJECTS

દુબઈ-અબુ ધાબીમાં BAPS એ નિર્માંણ કર્યુ હિન્દુ મંદિર, વિશ્વમાં બન્યું એકતા અને સંવાદિતાનું પ્રતિક

14 ફેબ્રઆરી-2024નો દિવસ, ભારત અને United Arab Emirates(UAE) બંને દેશ માટે એક સુવર્ણ અને એકતાનો દિવસ તરીકે ઈતિહાસમાં અંકિત થઈ ગયો. કારણ કે, વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરી હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખનાર BAPS સંસ્થાએ, દુબઈના અબુ મુરૈખાહમાં 27 એકર જમીનમાં સ્વામી નારાયણ ભગવાન સહિતનું હિન્દુ મંદિર નિર્માણ કર્યુ છે. સંવાદિતા અને એકતાના પ્રતિક સમા હિન્દુ મંદિરનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, BAPS સંસ્થાના વડા અને પરમ પૂજ્ય મહંત સ્વામીના આર્શિવાદથી કરીને અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરને ખુલ્લું મૂકી, એકતા અને સંવાદિતાના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. આ એકતાનું કાર્ય ભગવાન સ્વામી નારાયણના આર્શિવાદથી જ થયું છે તેવું સંસ્થાના વડા સહિત સમસ્ત સંતગણ અને હરિ ભક્તો માની રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પોતાના દેશમાં હિન્દુ મંદિરના નિર્માણમાં સતત સહકાર આપ્યો, જે બદલ ભારતના તમામ ભારતીયો વતી હું UAEનો આભારી છું. વધુમાં મોદીએ કહ્યું કે, UAE એ વિશ્વના નકશા પર એક ગોલ્ડન ચેપ્ટર લખ્યું છે તેમજ BAPSની વર્ષોની મહેનત અને યુએઈના સહકારથી સંવાદિતા અને એક-બીજા પ્રત્યેના પ્રેમથી જ આ દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે.

“યુએઈ, જે અત્યાર સુધી બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ, શેખ ઝાયેદ મસ્જિદ અને અન્ય હાઈટેક ઈમારતો માટે જાણીતું હતું, હવે તેની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક પ્રકરણ ઉમેરાયું છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવશે. આ વખતે યુએઈમાં આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, મંદિર, સંયુક્ત આરબ અમીરાતમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર, જે UAE નેતૃત્વ દ્વારા ઉદારતાથી ભેટમાં આપવામાં આવ્યું છે, આ ભવ્ય બાંધકામની અંદાજિત કિંમત 700 કરોડ છે, જે સમુદાયની ભક્તિ અને પ્રતિબદ્ધતાનો પુરાવો સાથે સાથે ભારત અને UAE વચ્ચેની કાયમી મિત્રતાનો પુરાવો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close