MORTH Ministry 2025 સુધીમાં 9000 બ્લેક સ્પોર્ટ દૂર કરશે, નબળા રોડ મેઈનટેઈન્સ, રોડ પરના ખાડાની જવાબદારી રહેશે રોડ ઓથોરીટીની

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને જણાવ્યું છે કે, મે-2025 સુધીમાં દેશભરમાંથી 9000 એક્સિડેન્ટ ઝોન(બ્લેક સ્પોર્ટ) દૂર કરવામાં આવશે. દેશભરમાં આવેલા તમામ એક્સિડેન્ટ ઝોનને ઓળખીને તેને દૂર કરવામાં આવશે જેથી રોડ અકસ્માતમાં ઘટાડો થશે પરિણામે રોડ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યા ઘટશે. જેથી દેશના આર્થિક વિકાસ પર અસર પડશે. દેશમાં દર વર્ષે દોઢ લાખ કરતાં પણ વધારે લોકોનાં રોડ અકસ્માતમાં મોત થાય છે.જેના પગલે આ પગલાં લેવામાં આવ્યાં છે.

વધુમાં જૈને જણાવ્યું છે કે,હાલ કુલ 9000 એક્સિડેન્ટ ઝોન પૈકી 5800 એક્સિડેન્ટ ઝોનને ઓળખવામાં આવ્યા છે અને તેના પર ડિટેલ રિપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. જે મે-2024 સુધી જાહેર પણ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, દેશમાં કેટલાક હાઈવે અને રોડ નિર્માણની ડીઝાઈનમાં ખામી છે પરંતુ, હવે નિર્માણ પામતા નવા રોડ અને હાઈવેના નિર્માણમાં રોડ સેફ્ટી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે, દેશમાં થતા રોડ અકસ્માતોમાં થતા મોતની સંખ્યામાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર ઝીરો ફેટાલિટી અભિયાન અંતર્ગત ટૂંક સમયમાં તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સલામતી ઓડિટ પૂર્ણ કરવાનું વિચારે છે. ત્યારબાદ તમામ હાઈવેની સંપૂર્ણ જાળવણી હાઈવે સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવશે. જેથી હવે જો, રોડ જાળવણીમાં કોઈ ખામી સર્જાશે તો તે માટે જવાબદાર રોડ ઓથોરીટી જવાબદાર રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.