GovernmentNEWS

ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે, જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.

કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર અને ભગવાન શ્રીરામ તીર્થધામ રામનગરી અયોધ્યામાં નિર્માણ પામેલા શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણની વિશિષ્ટતાઓ પર કરીએ એક નજર.

  1. હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર
  2. મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે જ્યારે ઊંચાઈ 161 ફૂટ છે.
  3. મંદિર કુલ ત્રણ માળ ધરાવે છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. મંદિરમાં 44 દ્વાર અને 392 પિલ્લર છે.
  4. મંદિરના પ્રથમ માળ પર ગર્ભ ગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરુપમાં રામલલાની મૂર્તિ બિરાજમાન છે, જે શ્રીરામ દરબાર તરીકે ઓળખાશે.
  5. મંદિરમાં કુલ પાંચ મંડપ(હોલ)બનાવવામાં આવ્યા છે,જેનાં નામ છે, નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પાર્થના મંડપ અને કિર્તન મંડપ.
  6. મંદિરના તમામ સ્તંભો પર અલંકારિત દેવી, દેવતાઓને આકારિત કરાયાં છે.
  7. મંદિરનો પ્રવેશ દ્વારા એક જ છે, જે પૂર્વ દિશાનો છે અને સિંઘ દ્વાર બહાર જવા માટે કુલ 32 સ્ટેરકેસ છે.
  8. વિકલાંગ અને વૃદ્ધો માટે એક્સેલેટર રેમ્પ અને લિફ્ટની સુવિદ્યા છે.
  9. મંદિરની ફરતે 14 મીટરની પહોળાઈ ધરાવતો 732 મીટર લાંબો પરિસર રોડ છે. જેને ફરતે કમ્પાઉન્ડ વોલ છે.
  10. કમ્પાઉન્ડ વોલના ચાર ખૂણા પર ચાર મંદિર છે. જેમાં સૂર્ય દેવ, દેવી ભગવતી, ગણેશ ભગવાન અને ભગવાન શીવના મંદિરનો સમાવેશ થાય છે. ઉત્તરમાં માં અન્નપૂર્ણાનું મંદિર, દક્ષિણમાં હનુમાનનું મંદિર છે.
  11. મંદિર નજીક સીતા કૂપ નામનો એક કૂવો છે જે ઐતિહાસિક છે.
  12. મંદિરના પરિસરના દક્ષિણી પશ્વિમ ભાગમાં કુબેર, ભગવાન શીવ અને જટાયુની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.
  13. મંદિર નિર્માણમાં કોઈપણ જગ્યા પર લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી,જ્યાં જરુર પડી છે ત્યાં તાંબાનો મોટા સળિયાઓનો ઉપયોગ કરાયો છે.
  14. મંદિરનો પાયો 14 મીટરની ઊંડો છે. જે આરસીસી ક્રૉક્રિંટ દ્વારા બનાવવામાં આવ્યો છે.
  15. મંદિરના ભૂગર્ભ સ્તરને ભેજ ના લાગે, તે માટે 21 ફૂટ ઊંચાઈ ધરાવતા ગ્રેનાઈનેટની પ્લીન્થ બનાવવામાં આવી છે. 16. શુદ્ધ પાણીના પુરવઠા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર સેફ્ટ સ્ટેશન અને સ્વતંત્ર પાવર સ્ટેશન બનાવવામાં આવ્યાં છે. 
  16. 17. 25000 પદયાત્રીઓની ક્ષમતા ધરાવતું પીલગ્રીમ ફેસિલિટી સેન્ટ્રર બનાવવામાં આવ્યું છે. જેમાં મેડિકલ ફેસિલિટી, લોકર ફેસિલિટી આપવામાં આવી છે.
  17. 18. મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ બાથરુમ એરિયા, વોશરુમ એરિયા, વોસ બેસીન અને શુદ્ધ પીવાના પાણીની સુવિદ્યા કરવામાં આવી છે.
  18. 19. મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે પર્યાવરણી જતનને આધીન છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close