Civil EngineeringCivil TechnologyGovtInfrastructureNEWSPROJECTS

અટલ સેતુ બ્રિજ પર ભરવો પડશે, બંને સાઈડના 500 રુપિયા ટોલ ટેક્સ, જાણો ક્યા વાહનોને બ્રિજ પર નથી પરવાનગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, માયાનગરી મુંબઈમાં નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ સેતુ બ્રિજનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બ્રિજના નિર્માણથી, મુંબઈથી નવી મુંબઈ સુધી પહોચવામાં માત્ર 20 મિનિટ લાગશે. જોકે પહેલાં 2 કલાકનો સમય લાગતો હસો.આ બ્રિજનું ખાતમુર્હૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016 માં કર્યુ હતું અને તેનું નિર્માણકાર્ય 2018માં શરુ કર્યું હતું એટલે કે, માત્ર પાંચ વર્ષમાં નિર્માણકાર્ય પૂર્ણ થયું અને 2024માં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો. આ વાત પરથી પ્રતિતિ થાય છે કે, દેશમાં જોરદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયો છે.  

મુંબઈવાસીઓને મળી અટલ સેતુની નવી લાઈફલાઈન

મુંબઈવાસીઓને અટલ સેતુ નવી લાઈફલાઈન મળી છે. આ બ્રિજ મુંબઈ અને પૂણે વચ્ચે લાગતા સમયને ઓછો કરશે. આ સાથે જ મુંબઈ પાર્ટ અને જવાહર પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનાવશે. નવી મુંબઈમાં એરપોર્ટનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે આ બ્રિજથી આસાનીથી જ એરપોર્ટ પર પહોચી શકાશે.

શું હશે અટલ સેતુનો રુટ ?

અટલ સેતુ બ્રિજ મુંબઈની સિવરીથી નવી મુંબઈના ન્હાવા શેવા પર પુરો થાય છે. મહારાષ્ટ્ર સરકારના જણાવ્યાનુસાર, અટલ સેતુ મુંબઈને મુંબઈ-ગોવા હાઈવે, વસઈ-વિરાર હાઈવે, નવી મુંબઈ-રાયગઢ હાઈવેને જોડે છે.

શા માટે અટલ સેતુનું અત્યંત મહત્વ ?

અટલ સેતુ બ્રિજ 6 લેનનો છે, અને 21.8 કિલોમીટર લંબાઈ ધરાવે છે જે પૈકી 16.5 કિલોમીટર દરિયાઈ લંબાઈ છે અને 5.5 કિલોમીટર જમીન પરની લંબાઈ છે. સમૃદ્ધથી 15 મીટરની ઉંચાઈ પર નિર્માણ કરવામાં આવ્યો છે. 17,840 કરોડની માતબાર રકમના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરાયો છે. જેમાં 1,77,903 મૈટ્રિક ટન સ્ટીલ અને 5,04,253 મૈટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ સુધી તેની સ્થિતિમાં કોઈ જ ફરક પડે નહી એટલે કે, બ્રિજની ગુણવત્તા જોરદાર બનાવવામાં આવી છે.

કયા પ્રકારના વાહનો અટલ સેતુ બ્રિજ પર ચાલી શકશે.  

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અટલ સેતુ દરિયાઈ બ્રિજ પર માત્ર કાર, ટેક્સી, લાઈટ મોટર વ્હીકલ, મિની બસ, નાની ટ્રક ચાલી શકશે. જ્યારે ટુ વ્હીલર, સ્લો વ્હીકલ, ઓટો રિક્શા, થ્રી વ્હીલર ટેંપો બ્રિજ પર ચાલી શકશે નહીં કારણ કે, તે માટે પરમિશન નથી.

અટલ બ્રિજ પર ફરજિયાત ટોલ ભરવો પડશે

બ્રિજ પર ટોલ ટેક્સ ભરવો પડશે,તેના માટે ત્યાં કર્મચારીઓ પણ હશે. એક સાઈડના 250 ટોલ ટેક્સ જ્યારે બંને સાઈડ માટે 500 ટોલ ટેક્સ ભરવો પડશે. ઓટો મેટિક ટોલ ટેક્સ તમારા ખાતામાંથી કપાઈ જશે. બ્રિજ પર ચડતા સમયે વાહન 100ની સ્પીડ પર ચલાવી શકાશે જ્યારે ઉતરતી વખતે 40ની સ્પીડ પર વાહન ચલાવવું પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.  

Show More

Related Articles

Back to top button
Close