GovernmentNEWSPROJECTS

ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્વ જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.

  1. હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર
  2. મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે જ્યારે ઊંચાઈ 161 ફૂટ છે.
  3. મંદિર કુલ ત્રણ માળ ધરાવે છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે. મંદિરમાં 44 દ્વાર અને 392 પિલ્લર છે.
  4. મંદિરના પ્રથમ માળ પર ગર્ભ ગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરુપમાં રામલ્લા મૂર્તિ બિરાજમાન થશે, જેને શ્રી રામ દરબાર તરીકે ઓળખાશે.
  5. મંદિર કુલ પાંચ મંડપ(હોલ)બનાવવામાં આવ્યા છે,જેનું નામ છે નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પાર્થના મંડપ અને કિર્તન મંડપ.
  6. મંદિરના તમામ સ્તંભો પર અલંકારિત દેવી, દેવતાઓથી પ્રદર્શિત છે.
  7. મંદિરમાં પ્રવેશ દ્વારા એક જ છે જેનો પ્રવેશ પૂર્વથી દિશા તરફથી રહેશે.અને સિંઘ દ્વારા બહાર જવા માટે કુલ 32 સ્ટેરકેસ છે.
  8. જ્યારે વિકલાંગ અને વૃદ્ધો માટે એક્સેલેટર રેમ્પ અને લિફ્ટની સુવિદ્યા છે.
  9. મંદિરની ફરતે 14 મીટરની પહોળાઈ ધરાવતો 732 મીટર લાંબો પરિસરમાં રેમ્પ રોડ છે.જેને ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે.
        • કમ્પાઉન્ડ વોલના ચાર ખૂણા પર ચાર મંદિર છે. જેમાં સૂર્ય દેવ, દેવી ભગવતી, ગણેશ ભગવાન અને ભગવાન શીવ મંદિરનો સમાવેશ થાય છે. ઉત્તરમાં માં અન્નપૂર્ણા મંદિર, દક્ષિણમાં હનુમાન મંદિર છે.
        • મંદિર નજીક સીતા કૂપ નામનો એક કૂવો છે. જે ઐતિહાસિક છે.
        • મંદિરના પરિસરના દક્ષિણીપશ્વિમ ભાગમાં કુબેર, ભગવાન શીવ અને જટાયુની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવે છે.
        • મંદિર કોઈ પણ જગ્યા પર લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં જરુર પડી છે ત્યાં તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
        • મંદિરનો પાયો 14 મીટરની ઊંડાઈ ધરાવે છે જે, આરસીસી ક્રૉક્રિંટ દ્વારા બનાવવામાં આવ્યો છે.
        • મંદિરના ભુગર્ભ સ્તરને ભેજ ના લાગે તે માટે 21 ફૂટ ઊંચાઈ ધરાવતા ગ્રેનાઈનેટના પ્લીન્થ બનાવવામાં આવ્યું છે. મંદિરમાં શુદ્ધ પાણીના પુરવઠા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર સેફ્ટ સ્ટેશન અને સ્વતંત્ર પાવર સ્ટેશન બનાવવામાં આવ્યું છે.  
        • રામ ભક્તો માટે 25000 પદયાત્રીઓની ક્ષમતા ધરાવતું પીગ્રીમ ફેસિલિટી સેન્ટ્રર બનાવવામાં આવ્યું છે. જેમાં મેડીકલ ફેસિલિટી, લોકર ફેસિલિટી આપવામાં આવી છે.
        • મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ અલગ બાથરુમ એરિયા, વોશરુમ એરિયા, વોશબેસિન અને શુદ્ધ પાણીની સુવિદ્યા કરવામાં આવી.
        • મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે પર્યાવરણી જતનને આધીન બનાવવામાં આવ્યું છે.

        ટીમ બિલ્ટ ઈન્ડિયા.

        Show More

        Related Articles

        Back to top button
        Close