GovtHousingInfrastructureNEWSPROJECTS

વાઈબ્રન્ટ ગુજરાત 2024 : રુ. 24,707 કરોડના સૂચિત રોકાણ માટે 30 MOUs સાઈન થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS 2024ના ભાગરુપે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વડપણ હેઠળ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન – એક્સચેન્જ થયા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38 હજારથી વધુ યુવાનોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

“વાઈબ્રન્ટ ગુજરાત – ૨૦૨૪”  હેઠળ સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઇઝ્ડ  પ્રોજેક્ટ, શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ-કોમર્શીયલ બિલ્ડીંગ, ટાઉનશિપ, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ, ફાર્મા, જ્વેલેરી ઉત્પાદન, ગ્રીન-સોલાર એનર્જી, ટેકસટાઇલ અને એપરલ પાર્ક, એન્જિનિયરિંગ, ઓટો, એનિમલ હેલ્થકેર, ઈથેનોલ ઉત્પાદન, ઔદ્યોગિક પાર્ક, વોટર સપ્લાય અને સ્કીલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ MOUs સાઈનિંગ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્યસચિવ એસ.જે. હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close