ગિફ્ટ સિટી ઈનફિનિટી ફોરમ 2.0 કોન્ફરન્સમાં,મોદીએ કહ્યું કે,ભારત બનશે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા
આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટ્રલ ઓથોરિટીના ઈનફિનિટી ફોરમ 2.0 એડિશનનું આયોજન થયું હતું. જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાવ્યું હતું. આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત 2047માં વિશ્વમાં ત્રીજા ક્રમાંકની આર્થિક મહાસત્તા બનશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી એ ગ્લોબલ કેપિટલનો ગેટવે બની રહ્યું છું. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદ, પાટનગર ગાંધીનગર અને ગ્લોબલ કેપિટલ ગિફ્ટ સિટી આ ટ્રાઈ સિટી વિશ્વ માટે વૈશ્વિક સિટી બની રહી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આઈએફએસસી હાઉસમાં 58 ઓપરેશનલ એન્ટ્રીસ્ , ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સહિત ત્રણ એક્સચેન્જ, 9 ફોરેન બેંક સહિત કુલ 25 બેંકો, 29 ઈન્સ્યોરન્સ કંપનીઓ, 2 ફોરેન યુનિવર્સિટી, સીએ, લો ફર્મ, કન્સલ્ટન્સી ફર્મ સહિત 50થી વધારે પ્રોફેશનલ સર્વિસિસ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. જેથી વડાપ્રધાન મોદી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવાનારુ થોડાક વર્ષમાં ગિફ્ટ સિટી વિશ્વની ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર બની જશે.
આ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ હડિયાએ, ગિફ્ટ સિટી ક્લબ ખાતે યોજાયેલા ઈનફિનિટી ફોરમ 2.0 એડિશનમાં જણાવ્યું હતું કે,ગિફ્ટ સિટીમાં હાલ બે પાર્ટમાં ડેવલપમેન્ટ થયો છે. જે પૈકી એક વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજા ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ છે. ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો, બેકિંગ, ફાઈનાન્સ, ફંડ મેનેજમેન્ટ, ઈન્સ્યોરન્સ, ઈક્વિટી શેર સહિત 6 સેક્ટરમાં 20 થી પણ વધારે સર્વિસિસમાં ગિફ્ટ સિટી કાર્યરત છે. 2023 સુધીમાં ગિફ્ટ સિટીએ 1 બિલિયન યુએસ ડૉલર રેવેન્યૂ કમાયું છે અને આગામી સમયમાં 20-25 બિલિયન યુએસ ડૉલર સુધીનું રેવેન્યૂ કમાવવાનું લક્ષ્ય છે.
વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ દ્વારા રોજગારી અને રેવેન્યૂનું સર્જન કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી એક્ટિવિટી ગિફ્ટ સિટીને વધારે સુચારુ અને સરળ કરવા રેગ્યુલેટરી બોર્ડ કામ કરી રહ્યું છે. જેમાં ગિફ્ટ સિટીમાં યુનિફાઈડ સિસ્ટમથી કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાં કોમન એમિનિટી આપવામાં આવી રહી છે.જેથી દેશ સહિત દુનિયામાંથી આવતા તમામ બિઝનેસમેનો કે રોકાણકારોને કોઈ જ તકલીફ ના પડે.
ગિફ્ટ સિટીમાં હાલ ત્રણ પ્રકારે કામ થઈ રહ્યું છે, જેમાં ઈન્સ્ટન્ટ,મિડીયમ અને લોંગ ટર્મનો સમાવેશ થાય છે. તાત્કાલિકમાં માનવ જીવનજરુરિયાત ચીજવસ્તુઓ માટે ફૂટ કોર્ટ ડેવલપ કરવામાં આવશે. જેમાં આવતા મહિને ઈન્ડિયન બ્રાન્ડના સ્ટોલ ઓપન કરવામાં આવશે.જો કે, એજ્યુકેશન, હોસ્પિટલ સહિત અન્ય સુવિદ્યાઓ પહેલાંથી જ કરી દેવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.