લોકો પરેશાન ના તે માટે નિર્માણાધીન બિલ્ડિંગો પર લીલું કપડું બાંધવાની મુખ્યમંત્રીએ બિલ્ડરોને સલાહ આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દરેક ડેવલપર્સે પોતાની સાઈટ પર જ્યારે નિર્માણકાર્ય ચાલતું હોય ત્યારે આસપાસના રહીશો અને વાહનચાલકોને કોઈપણ પ્રકારની પરેશાની કે નુકસાન ના થાય તે જોવું જોઈએ. વધુમાં મુખ્યમંત્રીએ ખાસ કરીને નિર્માણાધીન સાઈટ પર બિલ્ડિંગને ફરતે ગ્રીન કપડું બાંધવાની સલાહ રિયલ એસ્ટેટ ડેવલપર્સને આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ નિર્માણાધીન સાઈટ તમારા પરિવારનો સભ્ય પણ ઘણીવાર પસાર થતો હોય જેથી ગ્રીન કપડું તો અવશ્ય બાંધવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અમદાવાદ શહેરમાં નિર્માણાધીન સાઈટ પર ગ્રીન કપડું નહી બાંધનારને બે દિવસમાં અંદાજે 66 કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.