જૂના-જર્જરિત બ્રિજોનું સરકારે AI જેવી ટેક્નોલોજીથી અગાઉથી નિરીક્ષણ કરાવીને, પ્રજા હિતમાં કામ કરવું જરુરી- દર્શકોનાં મંતવ્યાં
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ પાસે આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ ઉપરથી ડમ્પર પસાર થતાની સાથે જ બ્રિજ તૂટી પડ્યો હતો.અને ડમ્પરની સાથે અન્ય બાઈક ચાલક સહિત 4 લોકો નદીમાં ગરકાવ થઈ ગયા હતા.આ ઘટના ખરેખર સરકાર સામે એક પડકારરુપ છે. આ ઘટનાને પગલે, રાજ્ય સરકારે ગુજરાતભરમાં આવેલા જૂના અને જર્જરિત રેલ્વે ઓવર બ્રિજ, નદી પર બ્રિજ હોય કે અન્ય નાના મોટાં બ્રિજ હોય તે તમામ બ્રિજની ટકાઉ શક્તિ અને મજબૂતાઈ અંગે નિરીક્ષણ કરીને તેનો એક રિપોર્ટ તૈયાર કરીને તાત્કાલિક પગલાં લેવા જરુરી છે.
બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિલ્ટ ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલના દર્શકોએ તેમના મંતવ્યા રજૂ કરતાં જણાવ્યું છે કે, ઓવર લોડિંગને કારણે આ પ્રકારની ઘટના બને છે. તેમજ પુલની મેઈન્ટેઈન પણ સારી રીતે રાખવામાં અભાવ હોય છે, જેવા કારણો જવાબદાર છે.
ગુજરાતના એક કન્સ્ટ્રક્શન નિષ્ણાંતે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના પાછળ માત્ર બ્રિજનું સમયસર મેઈન્ટેઈન્સ થતું નથી,આ સૌથી મોટું જવાબદાર કારણ છે. તો, તુષાર ગાંધી નામના એક દર્શકે જણાવ્યું છે કે, બ્રિજનું 2-3 વર્ષમાં તેના સ્ટ્રક્ચરલનું નિરીક્ષણ થવું જોઈએ. તેના જોઈન્ટ અંગેની સ્ટેબિલિટીની તપાસ થવી જોઈએ. વધુમાં તુષાર ગાંધીએ જણાવ્યું છે કે, આ ઘટનાઓ અટકાવવા માટે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી અને આર્ટીફિસિયલ ઈન્ટેલિજિન્સીનો ઉપયોગ કરીને, બ્રિજ કે અન્ય મોટા નિર્માણો અંગે પહેલાંથી રિપોર્ટ મેળવીને આપણે સુરક્ષિત થઈ શકીએ છીએ.
આ સાથે સરકારે આવા જૂના બ્રિજ હોય કે અન્ય નવનિર્મિત બ્રિજ હોય તે તેના પર કેટલા ટન વજન જીલી શકવાની શક્તિ તેના પણ માપદંડ નક્કી કરવા જરુરી છે. બ્રિજ નિર્માણ થયા બાદ તે બ્રિજ કેટલા વર્ષ સુધી ચાલી શકશે તે અંગે પણ ગાઈડલાઈન કે પોલીસી બનાવવી જરુરી છે.
નોંધનીય છે કે, માનનીય સરકારશ્રીએ, ગુજરાતભરમાં જેટલા જૂના અને જર્જરિત રેલ્વે ઓવર બ્રિજ, બ્રિજ અથવા તો, નદી પરના બ્રિજોનું તાત્કાલિક ધોરણે નિરીક્ષણ કરાવીને તેની સુરક્ષિત અને ગુજરાતની જનતાના રક્ષા કાજે, બ્રિજની મજબૂતાઈ અંગે તપાસ કરીને જૂના બ્રિજ હજુ કેટલા વર્ષ ચાલશે તે અંગેના રિપોર્ટ તૈયાર કરાવી જોઈએ. જો તે પડી જાય તેવો માલૂમ પડે તો, તેને પાડીને જનતાને સુરક્ષિત કરવી જરુરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.