જાણો શું છે 68 ગામ ? આવનારા દિવસોમાં આ ગામોમાં વસશે નવું અમદાવાદ !
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને અમદાવાદથી 30 થી 40 કિલોમીટરના અંતરે પ્લોટિંગ પ્રોજેક્ટ બની રહ્યા છે, તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં થોળ તળાવ અને તેની આસપાસનો વિસ્તાર છેલ્લા 4-5 વર્ષથી રિયલ એસ્ટેટ રોકાણ અને વિકાસ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને હાલ આ વિસ્તારમાં 50 થી વધુ નવા પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાંથી કેટલાક પૂર્ણ થઈ ગયેલ છે અને કેટલાક બની રહ્યા છે. ત્યારે અહીં બિલ્ટ ઈન્ડિયાએ અમદાવાદના HBP ગ્રુપના ડાયરેક્ટર પ્રિયેન પટેલ સાથે રુબરુ મુલાકાત કરી હતી, જેમાં તેઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા છે, જે અહીં દર્શાવ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરની નજીક અને સરદાર પટેલ રિંગ રોડ વિસ્તારની બહારના 68 ગામોને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે અને આ વિસ્તારની બિન-ખેતીની પરવાનગીઓ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે.
અમદાવાદ શહેરની સૌથી મોટી ક્લબો કર્ણાવતી, રાજપથ અને સ્પોર્ટ્સ ક્લબ જેવી ક્લબોએ તેમની નવી ક્લબ અને રિસોર્ટ પ્રોપર્ટી બનાવવા માટે મોટી જમીનો હસ્તગત કરી, ત્યારથી થોળ તળાવની નજીકના આ ગામોનો ઝડપી વિકાસ જોવા મળી રહ્યો છે. આ તમામ ક્લબો મુલસાણા, વાયણા અને વાંસજડા ગામોની સીમમાં બનાવવામાં આવી રહી છે.
નવી કલબના આજુબાજુના કેટલાક ગામ થોળ, મુલસાણા, વાયણા, અણદેજ, ઝાલોડા, મેડા-આદ્રાજ અને ચેખલા છે. આ તમામ ગામ, 68 ગામ પ્રતિબંધિત વિસ્તારનો ભાગ હોવા છતાં, વિકાસમાં વૃદ્ધિ પામી રહ્યા છે અને ભવિષ્યમાં શહેરનું નવું કેન્દ્ર બનવાની સંભાવના છે.
આ વિસ્તારમાં, લઘુત્તમ પ્લોટની સાઈઝ 5000 ચોરસ વાર છે અને ફાર્મ હાઉસ તરીકે માત્ર 5% વિસ્તારમાં બાંધકામ થઈ શકે છે. જો કે, જ્યાં સુધી સરકારના પ્રતિબંધો હટશે નહીં ત્યાં સુધી વિકાસ ધીમો રહેશે.
તદુપરાંત, એકવાર સરકારી પ્રતિબંધો હટાવ્યા પછી ધ્યાનમાં લેવાના થોડા મુદ્દાઓ છે. આ વિસ્તાર TP(ટાઉન પ્લાનિંગ) સ્કીમ નિયુક્ત વિસ્તારમાં છે તેથી ત્યાં 40% સરકારી કપાત થશે. જેથી આ વિસ્તારમાં ફાઈનલ પ્લોટની માલિકીનો ખર્ચ પ્રતિબંધની બહારના વિસ્તારની તુલનામાં વધારે હશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
2 Comments