Big StoryGovernmentInfrastructureNEWSUpdates
કાશ્મિર માં દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ, આર્કનું કામ પૂરું

જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડવા જન્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચા રેલવે બ્રિજની આર્કનું કામ પૂરૂં કરીને એન્જિનિયરોએ ઈતિહાસ રચી દીધો છે. આ બ્રિજ બંને તરફથી જોડી દાવાયો છે, જે કન્યાકુમારીને સીધું કાશ્મીર સાથે જોડશે.
કારોના વાઈરસના આ પડકારજનક સમયમાં કોંકણ રેલવે કોર્પોરેશન લિ. દ્વારા આ આર્ક નિર્માંણ કરાયો છે. રેલવે મંત્રાલય અને રેલવે મંત્રી પિયૂષ ગોયલે તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. આ આઈકોનિક આર્ક બ્રિજની કુલ લંબાઈ 1315 મીટર છે, જે નદીથી 359 મીટર ઊંચે છે. તેના પિલ્લરની ઊંચાઈ 131 મીટર છે. તેમાં મુખ્ય આર્ક સ્પેન 467 મીટરનો છે, જ્યારે બીજા 17 સ્પેન છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
5 Comments