આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 508 અમૃત ભારત રેલ્વે સ્ટેશનોને પુન:વિકાસનો શિલાન્યાસ કર્યો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરમાં 508 અમૃત ભારત સ્ટેશનોને પુન:વિકાસ કરવા માટેનો શિલાન્યાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશભરમાં કુલ 1300 રેલ્વે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનોનું પુન: વિકાસ થશે, જે પૈકી 508 રેલ્વે સ્ટેશનોને પુન: નિર્માણ કરવા માટે કુલ 25 હજાર કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કુલ 21 રેલ્વે સ્ટેશનોની પુન: વિકાસ કરવામાં આવશે.આ તમામ અમૃત ભારત રેલ્વે સ્ટેશનોમાં અલગ અલગ રાજ્યોની વિરાસત, ઈતિહાસ અને સંસ્કૃતિ દર્શાવવામાં આવશે અને એરપોર્ટ જેવી સુવિદ્યાઓ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દેશભરનું પ્રથમ રેલ્વે સ્ટેશન પુન વિકાસ ગુજરાતના રાજધાની ગાંધીનગરમાં કેપિટલ રેલ્વે સ્ટેશનનું પુન વિકાસ કરાયું હતું.આ સિવાય પણ અન્ય રાજ્યોમાં રેલ્વે સ્ટેશનો પુન વિકાસ કરવામાં આવ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.