અમદાવાદમાં વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ, ટ્રાફિક હળવો કરવામાં સહાયરુપ બનશે
અમદાવાદ શહેરમાં રોંગ ડ્રાઈવિંગ, ટ્રાફિક સુચારુ ચલાવવા અને અકસ્માત રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ ઈન્સ્ટોલ કર્યા છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાફિક ટીમે ઉત્તર પશ્વિમ ઝોનના ચાણક્યપુરી બ્રીજના સર્વિસ રોડ પર વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ ઈન્સ્ટોલ કર્યા છે. કોર્પોરેશન આ નવતર અભિગમ, જો કાર્યરત થાય તો ખરેખર શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ આર્શીવાદરુપ સાબિત થશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ વાળા મોટાભાગે સર્વિસ રોડ પર રોંગ ડ્રાઈવિંગ કરે છે. જેથી શહેરમાં ખૂબ જ ટ્રાફિક થાય છે સાથે સાથે ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે જેથી, આ પ્રકારના નવતર અભિગમના લીધે ટ્રાફિક સુચારુ ચાલશે. પરંતુ અહીં મોટો સવાલ એ છે કે, આવું નવતર અભિગમને અમદાવાદના રોંગ ડ્રાઈવિંગ કરવાવાળાઓ ગળી જાય તો નવાઈ નહીં.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.