આજે સુરતના કડોદરામાં,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કડોદરા અંડરપાસ બ્રિજનું કરશે લોકાર્પણ
આજે સુરતના કડોદરા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત 935 મીટર લંબાઈ ધરાવતો કડોદરા અંડરપાસ બ્રિજનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે. કડોદરા અંડરપાસ બ્રિજનું નિર્માણ ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની અનંતા પ્રોકોન પ્રાઈવેટ લિમિટેડે કર્યુ છે.
સુરત-કડોદરા-બારડોલીને જોડતા નેશનલ હાઈવે-૬ પર કુલ ૯૮.૬૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અંડર પાસના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જોરદોશ, ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાતના માર્ગો અતિ સુગમ અને જન સુખાકારીમાં પરિણામદાયી થઈ રહ્યા છે. ત્યારે આ અંડરપાસના નિર્માણથી સુરત બારડોલી વચ્ચે પરિવહનના માધ્યમથી જોડાયેલા ૨૫ લાખ લોકોને ફાયદો થશે અને તેમના સમયનો વ્યય થતો બચશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.