100 કલાકમાં 100 લેન કિ.મી.થી વધુ બિટ્યુમિનસ કોંક્રિટ નાખીને રોડ ઈન્ફ્રા.માં ઈતિહાસ સર્જો, નિતીન ગડકરીએ રોડ કંપનીઓને પાઠવ્યા અભિનંદન
ઉત્તરાખંડમાં 1426 કિમીની લંબાઈ ધરાવતો નેશનલ હાઈવે-34, જે ગંગોત્રીને મધ્યપ્રદેશના લખનાડોન સાથે જોડે છે. 1426 કિ.મીના નેશનલ હાઈવે પૈકી 118 કિલોમીટર ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે વિભાગને એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, માત્ર 100 કલાકમાં 100 લેન કિ.મીથી વધુ બિટ્યુમિનસ કોંક્રિટ નાખીને એક મોટી સિદ્ધિ હાંસલ કરીને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરતાં જણાવ્યું છે કે, “આ ક્ષણ સમગ્ર ભારત રાષ્ટ્ર માટે ગર્વની ! ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવેએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ ભારતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગના સમર્પણ અને ચાતુર્યને પ્રકાશિત કરે છે જેથી હું ક્યુબ હાઈવેઝ, L&T અને ગાઝિયાબાદ અલીગઢ એક્સપ્રેસવે પ્રાઈવેટ લિમિટેડ (GAEPL)ની અસાધારણ ટીમોને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવું છું.
ગાઝિયાબાદ અને અલીગઢને જોડતો 118 કિ.મીના લાંબો હાઈવે બહુવિધ ગીચ વસ્તીવાળા વિસ્તારોને એકબીજા સાથે જોડે છે. આ પટ દાદરી, ગૌતમ બુદ્ધનગર, બુલંદશહર, સિકંદરાબાદ અને ખુર્જામાંથી પસાર થાય છે. નીતિન ગડકરી, ઉમેરવ્યું છે કે, “આ એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ તરીકે કામ કરશે, માલની હેરફેરને સરળ બનાવશે અને ઔદ્યોગિક વિસ્તારો, કૃષિ ક્ષેત્રો અને શૈક્ષણિક સંસ્થાઓને જોડીને પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપે છે.”
ટીમ બિલ્ટ ઈન્ડિયા.