GovernmentHousingNEWSPROJECTS
ડેવલપર્સમાં ખુશીની લહેર,સરકારે પેઈડ એફએસઆઈ અને પ્રિમિયમના દરોમાં કર્યો ઘટાડો.
In a wave of happiness in the developers, the government reduced the rates of paid FSI and premium.
ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે આનંદના સમાચાર છે સાથે સાથે મકાન ખરીદનાર લોકો માટે પણ અતિ સુંદર સમાચાર છે. 15 મી એપ્રિલે અમલ થનારા નવા જંત્રી દરમાં મોટી રાહત આપવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે રિયલ એસ્ટેટ ડેવલપર્સની રજૂઆતો અને પ્રસ્તાવોને ધ્યાન રાખીને પેઈડ એફએસઆઈમાં ઘટાડો કરવામાં આવ્યો છે સાથે નવી જંત્રીના દરમાં પણ અલગ અલગ કેટેગરી મુજબ અલગ અલગ દર લાગશે.
રાજ્ય સરકારે લોક હિતને ધ્યાનમાં રાખીને, નીચે તમામ નિર્ણયો લીધા છે.
- રાજ્યમાં જંત્રી(એન્યૂઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ)-2011માં તા 4 એપ્રિલ-2023 થી ખેતી તથા બિનખેતી જમીનના દરો બે ગણા કરવામાં આવેલા તથા તેનો અમલ 15 એપ્રિલ-2023 થી કરવાનું 11-2-2023 ના ઠરાવથી ઠરાવેલ હતો.
ખેતી તથા બિનખેતીના જમીનના દરો બે ગણા યથાવત
- જ્યારે કોમ્પોઝિટ રેટ(જમીન અને બાંધકામના સંયુક્ત દર) માં રહેણાંક દર બે ગણાના બદલે 1.8 ગણા કરવાનું ઓફિસના ભાવ બે ગણાના બદલે 1.5 ગણા કરવાનું તથા દુકાનના ભાવ બે ગણા યથાવત્
- જંત્રી બાબતે ઈસ્યૂ થયેલ તા. 18-4-2011ની ગાઈડલાઈન મુજબ જુદા જુદા પ્રકારના બાંધકામ માટે નક્કી થયેલા દરો તા. 4-2-23 થી બે ગણા કરેલા તેના બદલે તા. 15 એપ્રિલ-2023 થી આ દર 1.5 ગણા કરવાનું આથી ઠરાવમાં આવે છે.
પ્રિમિયમ દરમાં ઘટાડો
- ખેતીથી-ખેતી 25 ટકા ના બદલે 20 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
- ખેતીથી-બિનખેતી 40 ટકાને બદલે 30 ટકા પ્રિમિયમ લેવાનું નક્કી કરવામાં આવેલ છે.
પેઈડ એફએસઆઈ માટે નીચેના નિર્ણયો લેવામાં આવ્યા
- પ્લાન પાસિંગની પ્રક્રિયામાં સ્ક્રૂટીની ફી ભરેલ હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી મુજબ પેઈડ એફએસઆઈ વસુલવામાં આવશે.
- જે કિસ્સામાં પ્લાન પાસ થયેલા હોય અને એફએસઆઈ ના પેમેન્ટના હપ્તા ચાલુ હોય તેવા કિસ્સામાં નવી જંત્રીની અસર પેઈડ એફએસઆઈમાં લાદુ પાડવામાં નહી આવે.
- જે કિસ્સામાં ટી.ડી. આર. નો ઉપયોગ કરવામાં આવે તેવા પ્રકરણોમાં જૂની જંત્રી અનુસાર જે તે સમયે દર્શાવવામાં આવેલા દરથી રકમ વસૂલવામાં આવશે.
પેઈડ એફએસઆઈ માટે નીચે કોષ્ટમાં જણાવેલ ઝોનમાં નવી જંત્રી અનુસાર વસૂલવા પાત્ર રકમ જંત્રી ટકાવારી અનુસાર દર્શાવ્યા પ્રમાણે વસુલવામાં આવશે.
ઝોન | RAH ઝોન | R1 | R2 | TOZ | Tall Building | ||
50 ચો.મી. સુધી | 50 થી 66 ચો.મી | 66 થી 90 ચો.મી | |||||
જંત્રીની ટકાવારી | 5 ટકા | 10 ટકા | 20 ટકા | 30 ટકા | 30 ટકા | 30 ટકા | 40 ટકા |
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments