GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development

પટેલ ઈન્ફ્રા.લિ.ના MD અરવિંદ પટેલની, GCAના પ્રમુખ તરીકે પુન:વરણી  

PIL MD Arvindbhai became Gujarat Contractors’ Association President again

અત્યંત ઉત્સાહિત, કર્મનિષ્ઠ અને સ્પષ્ટ વક્તા અરવિંદભાઈ પટેલની ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશન(GCA)ના પ્રમુખ તરીકે પુન:વરણી થઈ છે. અરવિંદભાઈ પટેલે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે સારી કામગીરી સંભાળી હતી તેમજ તેમના કાર્યકાળમાં તેમણે ગુજરાતના કૉન્ટ્રાક્ટર્સને પડતી મુશ્કેલીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર સહિત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સુધી પહોંચાડીને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા છે.

નોંધનીય છે કે, અરવિંદભાઈ પટેલ ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમની કંપનીએ કોંક્રિટમાંથી સૌથી ઝડપી રોડ બનાવવામાં વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો. વડોદરા નજીકથી પ્રસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પૈકી એક પેકેજનું નિર્માણકાર્ય પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે કર્યુ હતું.

જેમાં પટેલ ઈન્ફ્રા. લિ.એ વિશ્વ રેકોર્ડ કરીને દેશભરના રોડ કૉન્ટ્રાક્ટર્સ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. પટેલ ઈન્ફ્રા. એ સર્જેલા વિશ્વ વિક્રમની પ્રશાંસા ખુદ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close