Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development

ઓગસ્ટથી અમદાવાદમાં મેટ્રો દોડતી થઈ જશે

The metro will run in Ahmedabad from August

20 વર્ષ સુધી લંબાયા બાદ આખરે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ સાકાર થતો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનાથી મેટ્રો દોડતી થઈ જશે. મેટ્રો રેલના પહેલા તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે પરંતુ તેનો એક મહત્વનો ભાગ ખૂટી રહ્યો છે. એ ખૂટતી કડી પબ્લિક પાર્કિંગની છે. પાર્કિંગ પ્લાનને હજી સુધી સરકારની મંજૂરી મળી નથી.

અમદાવાદ: લગભગ 20 વર્ષ સુધી મેટ્રો પ્રોજેક્ટ લંબાયા બાદ આખરે પહેલા તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકારને અંદાજો આવી ગયો છે કે, ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે પરંતુ તેનો એક મહત્વનો ભાગ હજી પણ ખૂટી રહ્યો છે. એ ખૂટતી કડી છે પબ્લિક પાર્કિંગ પ્લાઝા. પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમમાં છેવાડાના સ્ટેશન સુધી કનેક્ટીવિટી મળી રહે તે જરૂરી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ મેટ્રો રેલ અને BRTS રૂટ પર 58 મોટા પ્લોટ ઓળખી કાઢ્યા છે જ્યાં જનરલ પાર્કિંગ થઈ શકે. જોકે, આ પ્લાનને હજી સુધી મંજૂરી મળી નથી. છેલ્લા ચાર વર્ષથી રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં પ્લાનની ફાઈલ ધૂળ ખાઈ રહી છે.

ઔડાએ તૈયાર કરી રાખ્યો છે પ્લાન

ઔડાએ 40 કિલોમીટરના મેટ્રો રેલ અને BRTSના રૂટ પર 28 લોકલ એરિયા પ્લાન (LAPs) તૈયાર કર્યા છે. જેને ઔડા ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોન (TOZs) તરીકે ઓળખે છે. આ ટ્રાન્સિટ રૂટની સાથે ઔડાએ કુલ 20.44 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં 58 પાર્કિંગ પ્લોટ ઓળખી કાઢ્યા છે. ઔડાના એક અધિકારીએ કહ્યું, “રાજ્ય સરકાર LPA અને પાર્કિંગ પ્લોટ્સને મંજૂરી આપવામાં હવે વધારે મોડું તો આ જગ્યા ખાનગી કંસ્ટ્રક્શન સ્કીમો માટે ફાળવઈ જશે. તાજેતરમાં જ આ લોકલ પ્લાન એરિયાની અંદર જ દર વર્ષે 250 જેટલા નવા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડરો સ્કીમ લઈને આવે છે. ત્યારે રોડ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેન્ડિંગ ફાઈલ્સ ઠેરની ઠેર રહે છે અને પ્રાઈવેટ સ્કીમને રાજ્યના વહીવટી વિભાગ દ્વારા મંજૂરી મળી જાય છે.”

મોટાભાગના પાર્કિંગ પ્લોટ શહેરના પશ્ચિમ ભાગમાં છે

મોટાભાગના પાર્કિંગ પ્લોટ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા છે અને રાજ્ય સરકારે તેને હસ્તગત કરવાની જરૂર છે, તેમ ઔડાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું. ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોન બીઆરટીએસ અને મેટ્રો રેલ કોરિડોરના બંને બાજુના 200 મીટરને આવરી લેતી બફર સ્પેસ છે. અહીં ઊંચા મકાનો અને ઓફિસ બિલ્ડિંગો માટેની FSI 4 જેવી સ્પેશિયલ ડેવલપમેન્ટ પરમિશન આપવામાં આવી છે. ઉપરાંત ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોનની પાર્કિંગ જરૂરિયાત બિલ્ડ-અપ એરિયાના 50 ટકાથી ઘટાડીને 35 ટકા કરી દેવાઈ છે.

2014માં TOZને મંજૂરી મળી હતી

અમદાવાદના 10 વર્ષીય વિકાસ પ્લાન 2021 માટે સૌથી પહેલા ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોનને મંજૂરી 2014માં મળી હતી. 2018માં ફાઈનલ થયેલા પ્લાનમાં બીઆરટીએસ અને મેટ્રો રેલના 160 કિલોમીટરના રૂટને TOZ તરીકે ચિહ્નિત કરાયા હતા. “શરૂઆતમાં અમદાવાદના પશ્ચિમ ભાગમાં TOZ રૂટ સાથે 12 LAPને અંકિત કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ LAP મેટ્રો રેલ રૂટના હતા અને 9 બીઆરટીએસના. આ પ્લાન હેઠળ 1,752 હેક્ટરનો વિસ્તાર આવરી લેવાયો હતો”, તેમ ઔડાના અધિકારીએ જણાવ્યું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close