અમદાવાદના 100થી વધુ ડેવલપર્સે ધોલેરા સરની મુલાકાત લીધી, ધોલેરાને પણ ગિફ્ટ સિટી જેવું બનાવવાનું સૂચન
More than 100 developers of Ahmadabad visit DHOLERA SIR

અમદાવાદના 100થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સે આજે ધોલેરા સરની મુલાકાત લીધી હતી.અને ધોલેરા સરના એમડી હારિત શુક્લ સહિત અન્ય અધિકારીઓ સાથે ધોલેરા સરના વિકાસ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠક દરમિયાન ધોલેરા સર ઓથોરિટી દ્વારા ધોલેરા સરનો 22 ચોરસ કિલોમીટરનો વિશાળ એક્ટિવેશન ઝોનના ડેવલપમેન્ટ અંગે હારિત શુકલે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.

તો, સામે ડેવલપર્સે પણ ધોલેરા સર ઓથોરિટીને ગિફ્ટ સિટી જેવી કોઈ નવિન પોલિસી લાવવી જોઈએ તેવું સૂચન પણ કર્યું હતું. જેથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને સરકાર બંનેને ફાયદો થાય તેવું સૂચન ક્રેડાઈ ગાહેડ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ કહ્યું હતું.

આ સમયે અમદાવાદના જાણીતા શિવાલિક ગ્રુપના એમડી ચિત્રાક શાહ, દીપ ડેવલપર્સ ગ્રુપના એમડી નિલય પટેલ, શિલ્પ ગ્રુપના એમડી યશ બ્રહ્મભટ્ટ, કવિષા ગ્રુપના એમડી પાર્થ પટેલ અને ધોલેરા સરમાં કામ કરતા ઋતુરાજસિંહ ચુડાસમા,સમ્પથ ગ્રુપના એમડી મિતેશ પ્રજાપતિ સહિત અનેક ડેવલપર્સ હાજર રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments