NHAI પ્રોજેક્ટ માટે ફક્ત ‘BBB’ અથવા ઉચ્ચ ક્રેડિટ રેટિંગ ધરાવતી ઈન્ફ્રા. કંપનીઓને મળશે.
NHAI project bidders must be 'BBB' or higher rated cos

હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટસ્ લેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ માટે અઘરા પડી શકે છે. કારણ કે, હવે ફક્ત ‘BBB’ અથવા ઉચ્ચ ક્રેડિટ રેટિંગ ધરાવતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન ફર્મ્સ જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડમાં બનેલા નેશનલ હાઇવે (NH) પ્રોજેક્ટ્સ માટે બિડ કરવા માટે પાત્ર હશે. જો કોઈપણ બિડર ક્રેડિટ રેટિંગ બેન્ચમાર્કને પૂર્ણ કરતું નથી, તો તેણે પ્રોજેક્ટ માટે બિડ કરતી વખતે તેના બેંકર્સ અથવા નાણાકીય સંસ્થા તરફથી “કમ્ફર્ટ લેટર” સબમિટ કરવો પડશે.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ખાનગી બાંધકામ સંસ્થાઓ માટે આ પ્રકારનું માપદંડ પ્રથમવાર જ નક્કી કર્યુ છે. બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (બીઓટી-ટોલ) અને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (એચએએમ) હેઠળના કોન્ટ્રાક્ટરોને કામ શરૂ કરવા માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ પગલું પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં વિલંબ કરી શકે છે.
રોકાણ ગ્રેડ તરીકે વર્ગીકૃત થયેલ ‘BBB’ રેટિંગ સૂચવે છે કે ડિફોલ્ટ જોખમની અપેક્ષાઓ હાલમાં ઓછી છે. અને નાણાકીય પ્રતિબદ્ધતાઓની ચુકવણી માટેની ક્ષમતા પર્યાપ્ત ગણવામાં આવે છે. ઘણા પ્રોજેક્ટ્સ પણ વિલંબમાં છે કારણ કે ઘણા હાઇવે બિલ્ડરો ફંડની તંગીનો સામનો કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય હાઇવે મંત્રાલયે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરોને સમસ્યાઓનો સામનો કરવાને કારણે ઓછામાં ઓછા 10 પ્રોજેક્ટ્સ વિલંબિત થયા હતા અને તેમાંથી છ નાંણાકીય તંગીને કારણે હતા.
“આ ફેરફાર એ સુનિશ્ચિત કરશે કે અમને BOT-ટોલ અને HAM પ્રોજેક્ટ્સ માટે સારા નાંણાકીય સ્વાસ્થ્ય સાથે બિડર્સ મળશે. કારણ કે ખાનગી કંપનીઓએ તેમના પૈસા ભરવાની જરૂર છે. સરકાર દ્વારા ભંડોળ અથવા EPC કોન્ટ્રાક્ટના કિસ્સામાં, બિલ્ડરોને આવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેવું NHAI અધિકારીએ જણાવ્યું હતું
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments