HousingInfrastructureNEWSUrban Development

રીયલ એસ્ટેટમાં પ્રોપર્ટી સંબંધિત સ્ટાર્ટઅપની સંખ્યામાં ધરખમ વધારો, 700 ગણી થઈ વૃદ્ધિ

The number of property-related startups in real estate has skyrocketed, growing 700 times.

રિયલ એસ્ટેટ અને હાઉસિંગ કંપનીઓએ કોરોના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રેક્ટિસમાં વધારો થયા પછી ઓનલાઈન પ્રોપર્ટી પ્રમોશન અને વેચાણ પર વધુ ધ્યાન આપ્યું. આ જ કારણ છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોપ-ટેક સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 2016ની સરખામણીમાં 700 ગણો વધારો જોવા મળ્યો છે.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોક દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ 2016 માં જ્યાં દેશમાં માત્ર 2 પ્રોપ-ટેક ટેક હતા જે વધીને 2022ના અંત સુધીમાં તેમની સંખ્યા વધીને 1400થી વધુ થઈ ગઈ છે. જ્યારે તેમાંથી 30% પ્રી-સીડ તબક્કામાં છે,જ્યારે 56% પ્રોપ-ટેક સ્ટાર્ટઅપ્સને રોકાણકારો પાસેથી નોંધપાત્ર ભંડોળ મળી રહ્યું છે. સરેરાશ 14% પ્રોપ-ટેક સ્ટાર્ટઅપ્સ હાલમાં માન્યતાના તબક્કામાં છે અને ટૂંક સમયમાં ભંડોળ ઊભુ કરવાના તબક્કામાં જશે. દેશમાં કુલ બાંધકામ હેઠળની રિયલ એસ્ટેટમાં હાઉસિંગ સેક્ટરનો હિસ્સો 84% હોવા છતાં, હાલમાં માત્ર 700-800 કંપનીઓ પ્રોપ-ટેક સ્ટાર્ટઅપ્સમાં 13% હિસ્સો ધરાવે છે. હાઉસિંગ કંપનીઓ માટે પ્રોપ-ટેકમાં હજુ ઘણો અવકાશ છે.

ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. 2016માં સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી ત્યારથી દેશમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ અફેર્સ (DPIT) દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 21 ગણો વધારો નોંધાયો છે. 2016થી અત્યાર સુધીમાં દેશમાં 90 હજાર સ્ટાર્ટઅપ્સ બન્યા છે. આજની તારીખે દેશમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 90500ને ક્રોસ થઇ ચૂકી છે જે 2016માં માત્ર 450 હતી.

90% ગ્રાહકો ઓનલાઈન પ્રોપર્ટીની તપાસમાં
રિયલ એસ્ટેટ સેક્ટર લાંબા સમયથી જૂના પરંપરાગત મોડલથી કામ કરી રહ્યું હતું પરંતુ 2020થી કોવિડ બાદ તેણે ઝડપથી ટેક્નોલોજી અપનાવી છે. ફોર્બ્સના ડેટા અનુસાર 90% ગ્રાહકો ઓનલાઈન પ્રોપર્ટી શોધે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close