વિચારો : અમદાવાદમાં ગત 2022ના વર્ષમાં 1446 અકસ્માત, જેમાં 418 લોકોનાં મોત થયા
Think: 1446 accidents in last year 2022 in Ahmedabad, in which 418 people died.
ગુજરાત સહિત દેશભરમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેની સાથે સાથે અકસ્માતો પણ વધારો થયો છે. ગુજરાતની આર્થિકનગરી અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સિટીમાં 2022ના વર્ષમાં 1446 અકસ્માતો થયા છે જેમાં 418 લોકોનાં મોત થયા છે. એટલે કે સરેરાશ દર ચાર અકસ્માતે એક વ્યકિતનું મોત થયું. જ્યારે 2021ના આંકડા પર નજર કરીએ તો, 1195 અકસ્માતો થયા હતા, જેમાં 358 લોકોનાં મોત થયા હતા. એટલે કે, 2021ના વર્ષની તુલનામાં 2022માં અકસ્માતોની સંખ્યામાં 251નો વધારો નોંધાયો છે.
અહીં સવાલ થાય છે કે, આટલા બધા અકસ્માતોની પાછળ જવાબદાર કોણ? ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ આપણે જ જવાબદાર છીએ. આપણે સામાન્ય રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. હેલ્મેટ પહેરતા નથી, દારુ પીને પણ ગાડી કે કાર ચલાવતા હોઈ છીએ. આ પરિબળો પહેલાં જવાબદાર છે પછી બધા. આપણે દેશના સારા નાગરિક તરીકે આપણે સૌએ સરકારના નિયમોનું પાલન કરવું જરુરી છે. તો સામે સરકારે પણ પ્રજા માટે સારામાં સારા રોડ-રસ્તા બનાવવાની આપવાની જવાબદારી બને છે. આમ આ બંને વચ્ચે સંવાદિત સાધીને આપણે દેશના વિકાસમાં સહભાગી બની શકીએ છીએ.
હાલ અમદાવાદના સાયન્સ સિટી અને ઓગણજ ગામ વચ્ચે આવેલા સરદાર પટેલ રીંગ પર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં પ્રદર્શન ડોમ નંબર 5 માં હમારા ભારત મેરા ભારત નામ ડોમમાં અકસ્માતોને કેવી રીતે રોકી શકાય તે અંગેની જાગૃતિ આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, દેશભરમાં દર વર્ષે અંદાજિત 1,50,000 લોકો અકસ્માતમાં મૃત્યું પામે છે. જે ખરેખર ખૂબ જ દુ:ખની વાત છે. સામાન્ય રીતે આપણે સૌ વિદેશમાં ફરવા જઈએ છીએ ત્યારે આપણે બિલાડીને જેમ ત્યાંની સરકારના ટ્રાફિક નિયમોનું પાલન કરીએ છીએ પરંતુ, આપણે આપણી સરકારના નિયમોનું પાલન કરતા નથી. આ રીતે આપણે સૌ “ઘર કી મુરઘી દાલ બરાબર” કહેવતને સાર્થક કરીએ છીએ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.
16 Comments