GovernmentHousingNEWS

AMCએ 10 વર્ષ બાદ પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારો કર્યો, 16 જાન્યુઆરી-2023થી થશે અમલ

AMC hikes property transfer fee after 10 years, effective from 16-Jan-2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતોની ટ્રાન્સફર ફીમાં 10 વર્ષ બાદ વધારો કર્યો છે. આ વધારો 16 જાન્યુઆરી 2023થી અમલ થશે અને નવા દર મુજબ પ્રોપર્ટી ટ્રાન્સફર ફી ચૂકવવાની રહેશે. સૂચિત ફી વધારાને પરિણામે, મ્યુનિ.ને રુપિયા 15 કરોડની આવક થશે. જોકે, વીલ, વારસાઈથી ટ્રાન્સફર થનારી મિલકતો પર કોઈ ફી લેવાશે નહી. હાલના ડેટા મુજબ 90 ટકા કરદાતાઓને આ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે. આમ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતોમાં લગભગ 10 ટકા મિલકત ધારકોને અસર કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્રોરેશનની રેવન્યૂ કમિટિના ચેરમેનના જણાવ્યાનુસાર, અગાઉ, દસ્તાવેજની કિંમતની ટકાવારી મુજબ ટ્રાન્સફર ફી લેવામાં મુશ્કેલી પડતી હતી, તે હેતુથી રાઉન્ડિંગ કરવામાં આવી છે. જેથી ટેક્સધારકો ઓનલાઈન પેમેન્ટ પણ ઝડપથી કરી શકે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ

Show More

Related Articles

6 Comments

  1. Pingback: EV Charger
  2. Pingback: see post
Back to top button
Close