
ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વો સામે કડક હાથે પગલાં લેવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અડગ નિશ્ચય કર્યો છે. મિલ્કતની તબદીલી માટે થતા દસ્તાવેજોની નોંધણી માટેના ભારતીય નોંધણી ધારા ૧૯૦૮ની કેટલીક જોગવાઇઓમાં મહત્વપૂર્ણ સુધારા સુચવતું ગુજરાત સુધારા વિધેયક-ર૦ર૦ વિધાનસભામાં મૂકાયું છે તે આગામી વિધાનસભા સત્રમાં મંજૂર કરી કાયદો બનશે. જેથી, ભૂમાફિયાઓ મિલ્કત ધારકોની મિલ્કત હવે છેતરપિંડીથી હડપ નહિ કરી શકે.
સૌજન્ય- સીએમઓ ગુજરાત
21 Comments