Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtHousingInfrastructureNEWSPROJECTSUrban Development

ગાંધીનગરના સેક્ટર – 28 અને 29માં બે દાયકા જૂના 400 જોખમી મકાનો તોડી પાડવામાં આવશે, નવા કોર્પોરેટ લુક ધરાવતા આવાસો નિર્માણ કરાશે

400 dangerous houses two-decade-old to be demolished in Sector-28 and 29 of Gandhinagar, new corporate-look housing will be constructed

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વિવિધ કક્ષાના કોર્પોરેટર લુક ધરાવતા ફ્લેટ ટાઈપના આવાસોનું તબક્કાવાર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સેક્ટર – 28 અને 29 માં દાયકા જુના જર્જરીત 400 આવાસો તોડી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મકાનો તોડી નાખ્યા પછી પ્લોટ ખુલ્લો કરીને નજીકના ભવિષ્યમાં અહીં પણ નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

આવાસોના નિર્માણ માટે નવા ટાવરો ઉભા કરાશે
ગાંધીનગરના એકથી ત્રીસ સેક્ટરમાં જુદી જુદી કક્ષાના રહેણાંક મકાનો દાયકા જુના અને જર્જરિત બની ગયા હોવાથી રહેવા લાયક રહ્યા નથી. ગાંધીનગર આશરે 8 હજાર આવાસોમાં હાલ કર્મચારીઓનો વસવાટ છે. ત્યારે જુના અને જોખમી આવાસો તોડીને નવા મકાનો પણ બાંધવામાં આવી રહ્યા છે. સેક્ટર 6, સેક્ટર – 7, સેક્ટર – 29 અને 30 માં નવા આવાસો બાંધવામાં આવ્યા છે ત્યારે હજુ પણ શહેરમાં નવા કોર્પોરેટ લુક ધરાવતા આવાસોના નિર્માણ માટે નવા ટાવરો ઉભા કરવામાં આવનાર છે. જોકે, જુના મકાનો તોડવામાં આવ્યાં બાદ પણ ખુલ્લી થયેલી જગ્યા મુજબ સાઇટની પસંદગીમાં પણ વિલંબ થઇ રહ્યો છે. જેના લીધે નવા આવાસો બાંધવાની યોજના પણ ઝડપથી પુર્ણ થઇ શકતી નથી.

આવાસો તોડવા દરખાસ્ત કરાઈ હતી
આ સ્થિતિ વચ્ચે જુના આવાસોનો પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે. શહેરનાં સેક્ટર – 9 માં જુના આવાસો તોડવાનુ કામ પુર્ણતાના આરે છે. જયારે હવે સેક્ટર – 28 અને સેક્ટર – 29માં જુના જોખમી આવાસો તોડવામાં આવશે. આ મામલે તંત્ર દ્વારા જ, છ અને ચ કક્ષાના જોખમી આવાસો તોડવા માટે અગાઉ વિભાગને દરખાસ્ત કરી હતી.

જર્જરીત મકાનો તોડવાનુ કામ હાથ ધરાશે
આ દરખાસ્તના અંતે આ બન્ને સેકટરોમાં ટુંકમાં જ અંદાજિત 400 જેટલા જુના અને જોખમી મકાનો તોડવાનુ કામ હાથ ધરવામાં આવશે. શહેરના સેકટર – 6,7,12,13 અને 16 માં પણ અગાઉ જોખમી આવાસો તોડવામાં આવ્યા હતા આવાસો ને જમીન દોસ્ત કરવા સહીત કેટલાક બ્લોક રહેણાંકને લાયક યોગ્ય કરવા માટે રીનોવેશન હેઠળ પણ આવરી લેવામાં આવ્યાં છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close