રિડેવલપમેન્ટ એક્ટની બંધારણીયતાને પડકાર, હાઈકોર્ટની સરકારને નોટિસ
Challenge to constitutionality of Redevelopment Act, High Court notice to Govt
ગુજરાત ઓનરશિપ ફ્લેટ એક્ટ ૧૯૭૩ ( રિડેવલપમેન્ટ એક્ટ)ની બંધારણીય કાયદેસરતાને પડાકરતી અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં હાથ ધરાશે. અરજદારે ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એમ્ડમેન્ટ એક્ટ-૨૦૧૮ની કલમ ૪૧(એ) અને રુલ્સ ૨૦૧૯ની કલમ ૧૮(૨) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટ-૧૯૬૧ની કલમ ૬૦(એ)નીજોગવાઈને પડકારીને તેને ગેરબંધારણીય ઠેરવવાની માગ કરેલી છે.
અરજદારના વકીલની રજૂઆત હતી કે, રાજ્ય રારકારે રિડેવલપમેન્ટ એક્ટમાં સુધારો કરીને ડિસેમ્બર-૨૦૧૯માં જે રુલ બનાવેલા છે. તે મુજબ ૭૫ ટકા કે તેથી વધુ સભ્યોની સહમતિ હોય અને સોસાયટી કે એપાર્ટમેન્ટ ૨૫ વર્ષથી વધુ જૂના હોય અને ભયજનક કે અસલામત સ્થિતિમાં હોય ત્યારે રિડેવલપમેન્ટની મંજૂરીની જોગવાઈ છે. જો કે. ૭૫ ટકા સભ્યોથી થોડા ઓછાની મંજૂરી હોય તો રિડેલપમેન્ટની મંજૂરી શા માટે મળી ના શકે ? કેટલાક કેસમાં ૭૫ ટકા સભ્યોનીમંજૂરી મળેલી હોય છે. બિલ્ડિંગ ભયજનક કે અસલામત સ્થિતિમાં હોય છે પરંતુ તેને ૨૫ વર્ષ પૂરા થયા ન હોવાથી તેના રિડેવલપમેન્ટની મંજૂરી મળતી નથી. જેથી, આ જોગવાઈઓ જાહેરહિતના વિસ્તની છે. જેથી. તેને રદબાતલ કરો. મહત્વનુ છે કે, રાજ્ય છે સરકારે રિડેલપમેન્ટ એક્ટમાં સુધારો કરીને ૨૬ ડિસેમ્બર-૨૦૧૯ના જાહેરનામાંથી રિડેવલપમેન્ટ એક્ટના લ-૬૪ની જોગવાઈને આધીન ગુજરાત ઓનરશીપ ફ્લેટ એકટ ( સુધારાયેલ) લ ૨૦૧૯થી રાજ્યમાં રિડેવલપમેન્ટ માટેના નિયમો જાહેર કરેલા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
7 Comments