અમદાવાદમાં રિયલ્ટી ક્ષેત્રે વધુ એક મેગા ડીલઃ SG રોડ પરનો પ્લોટ 118 કરોડમાં વેચાયો
Another mega deal in realty sector in Ahmedabad: Plot on SG Road sold for 118 crores
અમદાવાદમાં જમીનના સોદાની રકમ આકાશને આંબી રહી છે. અમદાવાદના એક રિયલ્ટી ડેવલપરે વૈષ્ણોદેવી સર્કલ પાસે 17,500 ચોરસ વારનો પ્લોટ ખરીદ્યો છે જેમાં 118 કરોડ રુપિયામાં ડીલ થઈ છે. અહીં 22થી 28 માળની બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવે તેવી શક્યતા છે. કેટલાક કોર્પોરેટ હાઉસ એસ જી હાઈવે તરફ વળ્યા હોવાથી આ વિસ્તારમાં ડીલમાં વધારો થયો છે.
અમદાવાદમાં એસ. જી. રોડ (SG Road) પહેલેથી પ્રીમિયમ વિસ્તાર રહ્યો છે અને અહીં જમીનના સોદાની રકમ આકાશને આંબી રહી છે. તાજેતરમાં અહીં 118 કરોડ રૂપિયામાં એક પ્લોટનો સોદો (land deal in Ahmedabad) થયો છે. થોડા સમય પહેલા પણ અહીં 100 કરોડ રૂપિયાથી વધારે રકમમાં લેન્ડ ડીલ થઈ હતી. અમદાવાદના એક રિયલ્ટી ડેવલપરે વૈષ્ણોદેવી સર્કલ પાસે 17,500 ચોરસ વારનો પ્લોટ ખરીદ્યો છે જેમાં 118 કરોડ રુપિયામાં ડીલ થઈ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વૈષ્ણોદેવી પાસે આ પ્લોટ શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Sheetal Infrastructure) દ્વારા ખરીદવામાં આવ્યો છે.
એસ જી રોડને પહોળો કરવામાં આવ્યા પછી અહીં મોટા પાયે બાંધકામ ચાલુ છે અને મોટી રકમના સોદા થઈ રહ્યા છે. અહીં રેસિડેન્શિયલ પ્રોજેક્ટની સંખ્યા વધ્યા પછી કંપનીઓ પણ આ વિસ્તાર પર ફોકસ કરી રહી છે. તાજેતરની ડીલ પછી અહીં 15 લાખ ચોરસ ફૂટમાં લક્ઝરિયસ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
શીતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના CMD પારસ પંડિતે જણાવ્યું કે, “અમે વૈષ્ણોદેવી સર્કલ પાસે 17500 ચોરસ વારની જમીન ખરીદવા ડીલ શરૂ કરી છે. આ સોદો ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. તાજેતરમાં આ એરિયામાં મોટા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલે છે અને એસજી રોડ પહોળો કરવામાં આવ્યા પછી અહીં કનેક્ટિવિટીમાં સુધારો થયો છે. અહીં મોટી સંખ્યામાં કોર્પોરેટ હાઉસ બન્યા છે અને મોટા પ્રમાણમાં કોમર્શિયલ ડેવલપમેન્ટ થયું છે. અમને લાગે છે કે હાઈ-એન્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે આ બહુ મહત્ત્વનો વિસ્તાર છે. અમે આ પ્લોટ પર એક પ્રોજેક્ટ લોન્ચ કરવાના છીએ.”
પંડિતે જણાવ્યું કે તેઓ આ પ્લોટ પર 22થી 28 માળની બિલ્ડિંગનું બાંધકામ કરવાની યોજના ધરાવે છે. કોવિડના લોકડાઉન પછી અમદાવાદમાં મોટી સંખ્યામાં હાઈ-એન્ડ રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માંગ જોવા મળી છે. એક રિયલ્ટી કન્સલ્ટન્ટે જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કનેક્ટિવિટી વધ્યા પછી એસ જી રોડ પર સોદા વધ્યા છે. અમદાવાદની મોટા ભાગની હાઈ રાઈઝ બિલ્ડિંગ પણ આ રોડ પર જ બની રહી છે.
કોવિડના કારણે બે વર્ષ સુધી માર સહન કર્યા પછી રિયલ્ટી માર્કેટ (Realty Market)માં સુધારો થયો છે. ખાસ કરીને અમદાવાદમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ (Commercial Real Estate Ahmedabad)માં બાઉન્સબેક જોવા મળ્યો છે. કોમર્શિયલ રિયલ્ટીમાં ઇન્વેન્ટરીમાં ઘટાડો અને માંગમાં વધારાના કારણે તેજી જોવા મળી છે. કોવિડની ત્રીજી લહેર પછી કોમર્શિયલ રિયલ્ટી બજારમાં બાઉન્સબેક (Realty Market Bounce back) આવ્યો છે. નવી અને વધુ સ્પેસ ધરાવતી ઓફિસની માંગમાં વધારો થયો છે ત્યારે કોમર્શિયલ સ્પેસ (Commercial Space) માટે ડિમાન્ડ વધવાથી નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
7 Comments